Nawanagar Time
સ્પોર્ટસ

ટીમ આઇપીએલ જીતશે તો બૂટમાં દારૂ પીશ:એન્ડ્રયુ ટાયે

if-the-team-wins-the-ipl-then-drink-in-the-shoes-andrew-taye

આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબના એન્ડ્રયુ ટાયે પોતાની ટીમ જીતવા પર અનોખી રીતે ઉજવણી કરવાની વાત કરી છે. ટ્રાયએ વાયદો કર્યો છે કે જો તેની ટીમ ચેમ્પિયન બનશે તો તે બૂટથી દારુ પીશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં કોઈ સફળતા મળવા પર બૂટમાં શરાબ પીવાનો રિવાજ છે. આ જોતા ટાયએ આ વાયદો કર્યો છે.

કિંગ્સ ઇલેવન પંજાબની વેબસાઇટને ટાયે જણાવ્યું હતું કે હું તે (બૂટથી દારુ) વિશે વિચાર કરીશ. બની શકે કે જો આપણે આઇપીએલમાં જીતી જઈએ તો આમ કરીશ. ફોર્મ્યુલા વન ડ્રાઇવર ડેનિયલ રિકિયાર્ડો બૂટમાં દારુ પીવા માટે પ્રખ્યાત છે. જે જ્યારે પણ રેસ જીતે છે ત્યારે આમ કરે છે.

બૂટમાં દારુ પીવાની પરંપરા મેડ હ્યુજ દ્વારા શરુ કરવાની જાણકારી મળે છે. જેમાં શેમ્પેઈનને જમણા પગના બૂટમાં નાખવામાં આવે છે અને પછી આખી પી લેવામાં આવે છે

Related posts

બકવાસ છે ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમ: માઇકલ હોલ્ડિંગ

Nawanagar Time

ક્રિકેટનો ‘હિટમેન’ બન્યો ફૂટબોલની લા લીગાનો બ્રાન્ડ એમ્બેસેડર

Nawanagar Time

ભારતમાં ફૂટબોલની રમત લોકપ્રિય બનાવવા રિલાયન્સે ઝંપલાવ્યું

Nawanagar Time

Leave a Comment