Nawanagar Time
ગુજરાત બિઝનેસ

સાવધાન : ૧ ફેબ્રુઆરીથી હાઈ સિકયુરિટી નંબરપ્લેટ નહિ હોય તો થશે મોટો દંડ…

if-the-vehicle-does-not-have-a-high-security-number-plate-from-february-1-in-gujarat-it-will-be-a-big-penalty-and

ગુજરાત રાજ્યમાં દરેક વાહનો માટે હાઈ સિકયુરિટી નંબર પ્લેટ HSRP લગાવવાની મુદ્દતમાં સાતમી વખત વધારો કરવામાં આવ્યો છે. હવે ૩૧ ડીસેમ્બરનાં બદલે વધુ એક મહિના માટે એટલે કે, ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી લંબાવાયેલી આ મુદ્દત બાદ હવે આ બધા નંબર પ્લેટ વિનાનાં વાહનોમાં દંડ વસુલ કરવામાં આવશે.

સૂત્રોના કહેવા પ્રમાણે સુપ્રિમ કોર્ટે ગુજરાત સહિતના પાંચ રાજ્યોને નોટિસ ફટકારીને હાઈ સિક્યુરિટિ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડવાના આદેશનો કડક અમલ કરવા માટે તાકીદ કરી છે.નવેમ્બર ૨૦૧૨થી નવા વાહનોમાં હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટનો અમલ કડક રીતે થાય છે પણ એ પહેલાના જુના તેમજ હાલના કેટલાક નવા વાહનો પણ આ પ્રકારની નંબર પ્લેટ વગર ફરે છે.તે કાયદા વિરુધ્ધ છે.જેથી પોલીસ તંત્રને આ બાબતે કડક પગલા લેવા જણાવાયુ છે.

if-the-vehicle-does-not-have-a-high-security-number-plate-from-february-1-in-gujarat-it-will-be-a-big-penalty-and
if-the-vehicle-does-not-have-a-high-security-number-plate-from-february-1-in-gujarat-it-will-be-a-big-penalty-and

વાહન ચાલકો હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ ફીટ કરાવી શકે તે માટે વાહન ડીલર્સ અને આરટીઓ ખાતે વ્યવસ્થા ગોઠવી છે.આથી તમામ વાહન ચાલકોને 1,ફેબ્રુઆરી 2019  સુધીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફીટ કરાવવી પડશે.હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ વગર ફરનારા વાહનોને  ૫૦૦ રૃપિયા સુધીનો દંડ પોલીસ ફટકારી શકે છે.

ગુજરાત રાજ્યમાં જુના-નવા વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત ફરી એકવાર વધારવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટની ફટકાર પછી રાજ્ય સરકાર અને આરટીઓ દ્ધારા HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધુ એક મહિનો આપવામાં આવ્યો છે. આથી ૩૧ ડીસેમ્બરના બદલે હવે આગામી ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી HSRP નંબર પ્લેટ લગાવવાની રહેશે. ગુજરાતમાં હાઈ સિકયુરિટી નંબર પ્લેટ HSRP લગાવવા માટે આ છેલ્લી વખત મુદ્દત વધારવામાં આવી હોવાનું આરટીઓના સુત્રોનું કહેવું છે.

આગામી ૩૧ જાન્યુઆરીની અંતિમ મુદ્દત પછી હવે કોઈ સમયમર્યાદા વધારવામાં આવશે નહિ. તેના પરિણામે આગામી ૩૧ જાન્યુઆરી પછી જે વાહનોમાં હાઈ સિકયુરિટી નંબર પ્લેટ HSRP નહિ હોય તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં આગામી ૧ ફેબ્રુઆરીથી હાઈ સિકયુરિટી નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલર માટે રૂપિયા ૧૦૦ દંડ કરવામાં આવશે. જ્યારે થ્રી-વ્હીલર માટે રૂપિયા ૨૦૦ અને લાઈટ મોટર વ્હીકલ (એલએમવી) માટે રૂપિયા ૩૦૦નો દંડ કરવામાં આવશે. તો ભારે વાહન માટે રૂપિયા ૫૦૦નો દંડ કરવામાં આવશે.

 

Related posts

વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગરમાં વૃક્ષોની કત્લેઆમ

Nawanagar Time

જામનગરના 29 ગામોમાં હજુ પણ એસ.ટી. બસ નથી દોડતી

Nawanagar Time

ગુજરાતના દરિયામાં છ લોકો હથિયાર સાથે દેખાયાના મેસેજથી પોરબંદર કોસ્ટગાર્ડ અને પોલીસ તંત્ર એલર્ટ

Nawanagar Time

Leave a Comment