Nawanagar Time
હેલ્થ ટીપ્સ

ડાયાબિટીસના દર્દી છો તો ફાઇબર્સ વધુ લો અને જ્યૂસને ‘ના’ કહો

if-you-are-a-diabetic-patient-then-take-more-fibers-and-say-no-to-juice

ડાયાબિટીસના દર્દી છો તો ફાઇબર્સ વધુ લો અને જ્યૂસને ‘ના’ કહો ડાયાબિટીસ આજીવન રહેતી બીમારી છે. જો ડાયાબિટીસ એક વખત આવી જાય તો પછી માત્ર તેને કંટ્રોલ કરી શકાય છે, તેને સંપૂર્ણ રીતે ખતમ કે દૂર કરી શકાતું નથી. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં શુગર લેવલ મેઈન્ટેઈન કરવું ઘણું મહત્વનું હોય છે. શુગર લેવલને મેઈન્ટેઈન કરવામાં એ વાત પર ખાસ આધાર રહે છે કે તમે શું ખાવ છો અને કેટલું ખાવ છો.

ડાયાબિટીસના દર્દી ફળનો જ્યૂસ કેમ ન પી શકે?

ઘણીવાર એ પ્રશ્ન થાય છે કે ડાયાબિટીસના દર્દી ફળ ખાઈ શકે છે તો શું તેનો જ્યૂસ પણ પી શકે કે કેમ? તેનો જવાબ છે નહીં. ફળોના જ્યૂસમાં માત્રને માત્ર શુગર હોય છે. શુગરને બેલેન્સ કરતા ફાઈબર તેમાં બિલકુલ હોતા નથી. માટે ફળોના જ્યૂસનું થોડું પણ પ્રમાણ દર્દી માટે ઘાતક સાબિત થઇ શકે છે. આપણે અહીં એ સિઝનલ ફળોની યાદી આપી છે જે સામાન્ય રીતે ઘણા લોકો ખાતા જ હોય છે અને તેને લઈને ડાયાબિટીસના દર્દીઓમાં ઘણીવાર સમસ્યા બનેલી રહે છે:

દ્રાક્ષ:-એક નાની દ્રાક્ષમાં પણ લગભગ 0.4 ગ્રામ શુગર હોય છે. જો મોટી માત્રામાં દ્રાક્ષ ખાવામાં આવે તો શરીરમાં ગ્લાયસેમિક લોડ વધી જશે. માટે તમારી આખી મૂઠીમાં જેટલી દ્રાક્ષ આવે છે તેનાથી અડધા પ્રમાણમાં જ દ્રાક્ષ ખાવી જોઈએ.

તરબૂચ:-તરબૂચમાં પ્રતિ 100 ગ્રામ શુગરનું પ્રમાણ 6 ગ્રામ જેટલું હોય છે માટે તેની એક-બે સ્લાઈસ ખાઈ શકાય છે.

કેરી:-એક મોટી કેરીમાં શુગરનું પ્રમાણ 26 ગ્રામ જેટલું હોય છે. માટે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે સુરક્ષિત નથી. એક દિવસમાં કેરીની એક સ્લાઈસથી વધુ કેરી દર્દીએ ખાવી જોઈએ નહીં.

કેળું:-એક નાના કેળામાં લગભગ શુગરનું પ્રમાણ 10 ગ્રામ જેટલું હોય છે માટે એક વખતમાં અડધું કેળું ખાવું યોગ્ય ગણાય.

Related posts

રીસર્ચનો દાવો કે,આ મસાલેદાર ઈ-સિગારેટ પીવાથી હૃદયના રોગમાં જોખમ થવાનું પ્રમાણ વધારે છે.

Nawanagar Time

લીચી જેવું દેખાતું ફળ રામબુટાન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે

Nawanagar Time

માત્ર 10 દિવસમાં આ હર્બ દૂર કરી દેશે બ્લડપ્રેશરની સમસ્યાને,જાણો તેના વધુ લાભ…

Nawanagar Time

Leave a Comment