Nawanagar Time
સ્વાદ પકવાન

ઘરમાં બધાજ નાસ્તાના શોખીન છે તો,ઘરે જ બનાવી ખવડાવો રગડા પેટીસ.

if-you-are-happy-with-all-the-snacks-in-the-house-then-prepare-at-home-and-eat-ragada-patis

રગડા પેટીસ સામગ્રી :-

૨૦૦ ગ્રામ કઠોળના લીલા વટાણા
૧ નંગ ડુંગળીની પેસ્ટ
૩ થી ૪ કળી લસણ ક્રશ કરેલું
૨ ટામેટાની પ્યુરી
૩ થી ૪ લીલા મરચા ક્રશ કરેલા
૧ નાનો ટુકડો આદું ક્રશ કરેલું
૨ ટી.સ્પૂન લાલ મરચું
૨ ટી.સ્પૂન ધાણાજીરું
૧ ૧/૨ ટી.સ્પૂન હળદર
સ્વાદ પ્રમાણે મીઠું
૨ ટેબ.સ્પૂન ખાંડ
૨ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
૨ ટેબ.સ્પૂન તેલ
૧ ટી.સ્પૂન ગરમ મસાલો
૧ ટી.સ્પૂન જીરું

પેટીસ માટે:-

૫ નંગ બાફેલા બટાકા
સ્વાદઅનુસાર મીઠું
૨ થી ૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
૧ થી ૧ ૧/૨ ટેબ.સ્પૂન આરા લોટ (જરૂર પ્રમાણે)
૨ ટેબ.સ્પૂન ખાંડ
૧ ટી.સ્પૂન ગરમ મસાલો
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોબીજ
૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીઈક્મ
૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ગાજર
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
ચપટી લીંબુ ના ફૂલ
શેલો ફ્રાય કરવા માટે તેલ

ગાર્નીશિંગ માટે:-

સેવ ઝીણા સમારેલા ટામેટા
દાડમ ના દાણા
ઝીણી સમારેલી કોથમીર
ખજુર આંબોળિયાની ચટણી

રગડો બનાવવા માટેની રીત:-

સૌ પ્રથમ ૪ થી ૫ કલાક પલાળીને રાખેલા વટાણાને બાફીને સાઈડ પર રાખો. બીજી એક પેનમાં તેલ મૂકી તેમાં જીરુંનો વઘાર કરી તેમાં ડુંગળી અને લસણ સાંતળો. ત્યારબાદ તેમાં આદું મરચાની પેસ્ટ નાખી પછી ટામેટાની પ્યુરી ઉમેરો. બરાબર ખદખદે એટલે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો અને ટોમેટો કેચપ ઉમેરો. ઉકળીને એકરસ થાય પછી બાફેલા વટાણા ઉમેરો. 3 થી 4 મિનિટ માટે ઉકાળીને ગેસ બંધ કરી દો.

પેટીસ બનાવવા માટેની રીત:-

બાફીને છીણેલા બટાકામાં મીઠું, લીલું મરચું, લીંબુના ફૂલ, ખાંડ, ગરમ મસાલો, ડુંગળી, કોથમીર અને જરૂર પ્રમાણે આરા લોટ ઉમેરી નાની નાની પેટીસ વાળી નોન સ્ટીક તવી પર બન્ને બાજુ બદામી રંગ ની થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો. તૈયાર થયેલી ૨ પેટીસને સર્વિંગ ડીશમાં મૂકી તેની પર રગડો પથરો. તેના પર ખજુર, આંબોળિયાની ચટણી અને લીલી ચટણી રેડો. ત્યારબાદ તેની પર વલોવેલું દહીં રેડો, ઈચ્છા હોય તો લસણની ચટણી પણ રેડી શકાય. ત્યારબાદ તેની પર સેવ ભભરાવો.અને પછી ટામેટા, ડુંગળી, કોથમીર અને દાડમના દાણા વડે ગાર્નીશ કરી ગરમ ગરમ પીરસો.

 

Related posts

સૂકા નાસ્તા માટે બેસ્ટ છે આ કડક મસાલા પૂરી

Nawanagar Time

માર્કેટની મિનિ ભાખરવડીને બદલે ઘરે બનાવો સ્વાદિષ્ટ ભાખરવડી

Nawanagar Time

જોતા જ મોંમાં આવી જશે પાણી, બનાવો હવે ટામેટાની ખાટી-મીઠી કઢી

Nawanagar Time

Leave a Comment