Nawanagar Time
હેલ્થ ટીપ્સ

જો આજે પણ તમે તાંબાના વાસણમાં ખાતા હોય તો આજેજ બંધ કરો,જાણો કેમ…

if-you-are-still-eating-copper-in-the-pot-stop-it-today-why-not

1.તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં રાખો સાવધાની

તાંબાના વાસણનો ઉપયોગ દરેકના ઘરમાં થતો જ હશો પરંતુ આ વાસણોનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. કારણકે કેટલાક ખાદ્યપદાર્થો તાંબામાં રાખવાથી કેમિકલ રિએક્શન થાય છે જે ઘણી વખત શરીર માટે ઘાતક સાબિત થાય છે.

2.સ્વાસ્થ્ય પર થશે ઊંધી અસર

મોટા ભાગના લોકો તાંબાના વાસણના ફાયદા વિશે જાણતા હશે પરંતુ નુકસાન અંગે બહુ ઓછાને ખબર હશે. તાંબા કોઈ સૂકી વસ્તુ રાખવામાં આવે તો નુકસાન નથી થતું પરંતુ કેટલાક પ્રકારની વસ્તુઓ ન રાખો તો જ સારું છે. તાંબામાં કોપર હોય છે જે કેટલીક વસ્તુઓના સંપર્કમાં આવે તો રિએક્ટ કરે છે. ત્યારે ફૂડ પોઈઝનિંગની સંભાવના વધી જાય છે.

3.આ વસ્તુઓ ન રાખવી

તાંબાના વાસણમાં અથાણું રાખવાથી ખાટાશ ધાતુના સંપર્કમાં આવતા રિએક્શન આવે છે જેના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. લીંબુમાં રસમાં રહેલું એસિડ તાંબા સાથે મળતાં રિએક્ટ કરે છે. જેથી એસિડિટી અને પેટમાં દુઃખાવા જેવી સમસ્યા થઈ શકે છે. આ સિવાય દહીંમાં રહેલા તત્વો તાંબાના સંપર્કમાં આવવાથી પણ ફૂડ પોઈઝનિંગનો ખતરો વધે છે.

4.ફળ પણ ન રાખવા

ખાટા ફળોને તાંબાના વાસણમાં બિલકુલ ન મૂકવા જોઈએ. સફરજન, જામફળ, દાડમ કે પાઈનેપલ જેવા ફળો પણ મૂકવાનું ટાળવું. તાંબાના વાસણમાં મૂકેલા આ ફળો ખાવાથી ઉલટી, ચક્કર કે ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે. ગરમ કે ઠંડું દૂધ તાંબાના વાસણમાં ન મૂકવું.

Related posts

નાભી એ પ્રકૃતિનો અદભૂત ઉપહાર છે

Nawanagar Time

આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં જબરો વધારો થાય છે

Nawanagar Time

દરરોજ 20 ગ્રામ કરો ગોળનું સેવન, પછી થશે કઈક આવું….

Nawanagar Time

Leave a Comment