Nawanagar Time
સ્વાદ પકવાન

ફણગાવેલા મગ ખાઇને થાક્યા હોય તો બનાવો ‘મગ સ્પ્રાઉટ્સ ચાટ’

if-you-are-tired-of-eating-sprouts-then-create-mug-sprouts-chaat

સામગ્રી:-

  • બે કપ ફણગાવેલા મગ
  • એક કપ બારીક સમારેલી ડુંગળી
  • એક કપ બારીક સમારેલા ટામેટાં
  • એક-બે નંગ લીલા મરચાં
  • 1/4 ટીસ્પૂન મરચું પાઉડર
  • 1 ટીસ્પૂન લીંબૂનો રસ
  • 1 નંગ બાફેલા બટાકાં
  • 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
  • 3 ટેબલસ્પૂન સેવ
  • 5-6 ચાટ પાપડી
  • એક કપ પાણી
  • સ્વાદઅનુસાર મીઠું

ચાટ બનાવવાની રીત:-

સ્ટીમરમાં એક કપ પાણી લઇ તેમાં ફણગાવેલા મગને સ્ટીમ કરી લો. મગ બફાઇ જાય તે બાદ તેને એક બાઉલમાં કાઢી બધું પાણી નીતારી લો. તે બાદ તેમાં ડુંગળી, બટાકું, ટામેટું, લીલા મરચા એડ કરી યોગ્ય રીતે મિક્સ લો. ત્યારબાદ તેમાં બારીક સમારેલા લીલા મરચાં, લાલ મરચું તેમજ મીઠું એડ કરો.બાદમાં તેમાં લીંબૂનો રસ ઉમેરી મિક્સ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં લઇ તેની ઉપર પાપડી તેમજ સેવથી ગાર્નિશ કરી સર્વ કરો.

Related posts

બનાવો આ સાઉથ-ઈન્ડિયન અને ગુજરાતી ટેસ્ટનુ કોમ્બો જેનું નામ છે:- ખીરૂ ભજીયા.

Nawanagar Time

સોસ સાથે સેન્ડવીચ ખાઈને થાક્યા હોય તો ઘરે બનાવો આ સેન્ડવીચની સ્પેશ્યલ લીલી ચટણી

Nawanagar Time

નવરાત્રિમાં માણો સ્વાદિષ્ટ આલૂ કઢીની મજા

Nawanagar Time

Leave a Comment