Nawanagar Time
હેલ્થ ટીપ્સ

રોજ મેગી ખાવાની આદત છે તો થાવ સાવધાન નહીંતર શરીરમાં થશે આ ભરી નુકસાન…

if-you-have-a-habit-of-eating-maggie-on-a-day-then-there-will-be-discomfort-in-the-body

રોજ -રોજ મેગી ખાવાની આદતથી તમારા શરીરમાં કિડનીઓને થઈ શકે છે ભારે નુકશાન

  • સ્વાસ્થ્ય માટે હાનિકારક છે મેગી

‘ટેસ્ટ ભી હેલ્થ ભી’ના દાવા સાથે માર્કેટમાં મળતી મેગી તમે પણ ખાતા જ હશો? બાળકોને ભૂખ લાગે ત્યારે પણ આ બે મિનિટમાં બનતી મેગી તમે બનાવી આપતા હશો? જો આ તમામ સવાલનો જવાબ હા છે તો આજથી જ મેગી ખાવાની બંધ કરી દેવી જોઇએ. કારણ કે મેગીમાંથી મળેલું સિસુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર.

  • મેગીમાં સિસુ હોવાનો સ્વીકાર

ત્રણ વર્ષ પહેલા 2015માં દેશના કેટલાક રાજ્યોમાંથી મેગીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી સિસુ હોવાની વાત સામે આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન મેગી બનાવનાર નેસ્લેના વકીલોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મેગીમાં સિસુ વધારે માત્રામાં હતું.

if-you-have-a-habit-of-eating-maggie-on-a-day-then-there-will-be-discomfort-in-the-body
if-you-have-a-habit-of-eating-maggie-on-a-day-then-there-will-be-discomfort-in-the-body
  • શું છે આ સિસુ?

લેડ એટલે કે સિસુ એક હેવી મેટલ છે જે વાતાવરણમાં હોય છે. આ એક એવું ઝેરીલું મેટલ છે જે શરીરમાં જાય તો મગજ અને હૃદયને નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે સિસુ પેન્ટ, કેન્ડ ફૂડ, પીવાના પાણી માટે લગાવેલી જૂની પાઇપ, કૉસ્મેટિક્સ અને બેટરીઓમાં જોવા મળે છે.

  • કેટલું ખતરનાક છે સિસુ?

ડોક્ટરોના કહેવા પ્રમાણે સિસુ માત્ર ખતરનાક જ નહીં પરંતુ ઘાતક પણ છે. સિસુના વધારે સેવનથી કિડની પણ ખરાબ થઇ શકે છે અને નર્વસ સિસ્ટમ પણ ડેમેજ થાય છે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના શરીરમાં જો સિસુ પહોંચે તો તેનો આઇક્યૂ લેવલ પ્રભાવિત થાય છે, સાથે જ બોલવામાં પણ તકલીફ પડે તેવી સમસ્યા સર્જાઇ છે. સાથે જ હાડકાંઓ અને માંસપેશીઓના વિકાસમાં પણ ઉપણ આવે છે.

  • મોટી ઉંમરની વ્યક્તિને પણ નુકસાન

મોટી ઉંમરની વ્યક્તિની વાત કરીએ તો પુરૂષ અને સ્ત્રીનાં શરીરમાં સિસુ જાય તો વ્યંધત્વ અને પાચન સાથે જોડાયેલી પણ સમસ્યા થઇ શકે છે. ગર્ભવતી મહિલામાં સિસુની ઉપસ્થિતિ તેનું બ્લડ પ્રેશર વધારી શકે છે સાથે જ આવનારા બાળકના મગજના વિકાસ પર પણ અસર કરે છે.

  • સિસુની કોઇ પણ માત્રા નથી સેફ

ભારતમાં નક્કી કરાયેલા પ્રમાણ અનુસાર કોઇ પણ ફૂડમાં સિસુની માત્રા 2.5 પીપીએમ સુધી જ હોવી જોઇએ, પરંતુ યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના કહેવા અનુસાર લોહીમાં સિસુની કોઇ પણ માત્રા હોવી તે સેફ નથી, સિસુ માંસપેશીઓ હાડકાંઓ તેમજ લોહીમાં જામવા લાગે છે જે ધીમે-ધીમે પોતાની અસર બતાવે છે.

 

Related posts

ટીવી જોતાં-જોતાં નાસ્તો કરવાથી મેટાબોલિક સિન્ડ્રોમનો શિકાર થઈ જવાય છે

Nawanagar Time

કેમિકલયુક્ત ફળો છે જીવલેણ,આ રીતે કરો તાજા ફળોની ઓળખ…

Nawanagar Time

ડેન્ગ્યુએ ફરી ઉથલો માર્યો

Nawanagar Time

Leave a Comment