Nawanagar Time
સ્વાદ પકવાન

કાજૂથી બનેલો પુલાવ તો ખાધો હશે, તો હવે બનાવો આલ્મન્ડ બિરિયાની

if-you-have-eaten-rajas-made-of-cashew-then-now-make-almond-biryani

સામગ્રીઃ

  • 1/2 કપ લાંબા સ્લાઈસ્ડ બદામ
  • 3 કપ પાકેલાં બાસમતી ચોખા
  • 2 ટેબલ સ્પૂન ઘી
  • 2 લવિંગ
  • 2 એલચી
  • 1 તજ
  • 1 તમાલપત્ર
  • 1 ટી સ્પૂન જીરૂ
  • 1/2 કપ ઝીણી કાપેલી ડુંગળી
  • 1 ટી સ્પૂન ઝીણું કાપેલું લસણ
  • 1/2 કપ કાપેલી અને ઉકાળેલી ફણસી
  • 1/2 કપ બાફેલાં વટાણાં
  • 1 ટી સ્પૂન ઝીણું સમારેલું મરચું
  • 1 ટેબલ સ્પૂન બિરિયાની મસાલો
  • 1 ટેબલ સ્પૂન લીંબૂનો રસ

બનાવવાની રીતઃ

  • એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમાં બદામ નાખીને મધ્યમ તાપે 2 મિનિટ સુધી શેકો. ત્યારબાદ તેને અલગ પ્લેટમાં કાઢી દો.
  • લવિંગ, એલચી, તજ અને તમાલપત્રને તે જ પેનમાં નાખીને મધ્યમ તાપે થોડી સેકન્ડ સુધી સાંતળો.
  • જીરૂ અને ડુંગળી નાખીને મધ્યમ તાપે 1 મિનિટ સુધી સાંતળો.
  • લસણ નાખીને મધ્યમ તાપે અને થોડી સેકેન્ડ સુધી સાંતળો.
  • ફણસી, લીલા વટાણાં, લીલા મરચાં અને બિરયાની મસાલો નાખીને યોગ્ય રીતે મિક્સ કરી લો અને મધ્યમ તાપે સાંતાળો. 2-3 મિનિટ સુધી પકાવો.
  • બદામ અને ચોખા સરખી રીતે મિક્સ કરી લો અને મધ્યમ તાપે, વચ્ચે-વચ્ચે હલાવતાં 2 મિનિટ સુધી સાંતળો.
  • લીંબૂનો રસ નાંખીને હળવા હાથે મિક્સ કરી લો.
  • તળેલી ડુંગળી અને તળેલી બદામથી સજાવીને તરત પીરસો.

સજાવવા માટેઃ

  • 1/4 કપ સ્લાઈસ્ડ અને તળેલી ડુંગળી
  • 1 ટેબલ સ્પૂન સ્લાઈસ્ડ અને તળેલી બદામ

Related posts

આ સરળ નાસ્તો બનાવી ગમે ત્યારે જમવામાં ઉપયોગમાં લો આ આલુ ભુજિયા સેવ.

Nawanagar Time

ગરમીમાં ઘરે જ બનાવો ટેસ્ટી સ્ટ્રોબેરી લસ્સી

Nawanagar Time

ગરમીમાં ઠંડક મેળવવા પીઓ ગ્રીન મસાલા છાશ

Nawanagar Time

Leave a Comment