Nawanagar Time
સ્વાદ પકવાન

આવો હાંડવો તમે પહેલા નહીં ખાધો હોય, ટ્રાય કરો આ સોજીનો હાંડવો

if-you-have-not-eaten-any-of-these-snacks-beforehand-then-try-this-semolina

સામગ્રી

  • એક કપ સોજી
  • એક કપ ખાટું દહીં
  • 1 મોટી ચમચી આદુ-મરચાંની પેસ્ટ
  • 1 નાની ચમચી હળદર
  • 1 મોટી ચમચી લાલ મરચું પાઉડર
  • 1 નાની છીણેલી ડુંગળી
  • 1 નાનું છીણેલું ગાજર
  • 1/2 કપ છીણેલી દૂધી
  • 1/2 કપ વટાણાં
  • મીઠો લીમડો
  • 1 નાની ચમચી તલ
  • 1 નાની ચમચી રાઈ
  • ચપટી હિંગ
  • સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ સોજીમાં દહીં ઉમેરી સોજીને 10 મિનિટ માટે પલળવા મુકી દો. સોજી પલળી જશે એટલે તે થોડી ઘટ્ટ થઈ જશે એટલે મિશ્રણને પાતળું કરવા માટે તેમાં થોડુ પાણી ઉમેરો.

સોજીના આ મિશ્રણમાં આદુ-મરચાંની પેસ્ટ, મીઠું, કોથમીર, હળદર, લાલ મરચું પાઉડર અને થોડી ખાંડ ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં છીણેલી ડુંગળી, છીણેલું ગાજર, છીણેલી દૂધી અને વટાણાં ઉમેરીને મિક્સ કરી લો.

એક નાના પેનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાંખો. રાઈ તતડી જાય એટલે તેમાં મીઠા લીમડાંના પાન, તલ અને હિંગનો વઘાર કરો. વઘાર ફૂટી જાય એટલે તેમાં સોજીના તૈયાર કરેલા મિશ્રણને નાખી તેને 10 સુધી મિનિટ ચડવા દો.

હાંડવો એક બાજુ ચડી જાય એટલે તેને પલટાવી દો. હાંડવો વધુ ટેસ્ટી બનાવવા માટે તેને પલટાવ્યા બાદ બીજી બાજુ પણ તેલનો વઘાર કરો. ત્યારબાદ તેને વધુ 10 મિનિટ માટે ચડવા દો. તો તૈયાર છે સોજીનો હાંડવો. તમે ઈચ્છો તો આ હાંડવા પર અથાણું બનાવવા માટે બહાર તૈયાર મળતો મેથીયો મસાલો પર છાંટીને ખાઈ શકો. મેથીયા મસાલાને કારણે હાંડવો વધારે ટેસ્ટી લાગશે.

 

Related posts

માત્ર 5 મિનિટમાં તૈયાર કરો મેંગો લસ્સી

Nawanagar Time

હવે સરળતાથી ઉતરશે રવા ઢોસા,ચેક કરો આ સ્પેશિયલ રેસિપી…

Nawanagar Time

ફ્રાય કર્યા વગર બનાવો આ ટેસ્ટથી ભરેલી કચોરી…

Nawanagar Time

Leave a Comment