Nawanagar Time
ધાર્મિક

માલામાલ થવું છે તો ગુડી પડવાના દિવસે આ દિશામાં રાખો 11 કોડીઓ

if-you-want-to-get-malamal-keep-it-in-the-direction-of-good-day-11-kodi

આ વખતે ગુડી પડવો 6 એપ્રિલે છે. એવામાં આ દિવસે ઘણા ઉપાય છે જેનાથી તમને લાભ થઇ શકે છે. આવો જોઇએ આ અંગે કેટલીક એવી વાતો જેનાથી લાભ થાય છે. તમે દરેક લોકો જાણો છો કે, કોડીઓ સફેદ, ભૂરી કે પીળી તથા કાબરચિતરી હોય છે અને તેને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવામાં કહેવાય છે કે કોડીઓ સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. તો આવો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું જે કરવાથી તમે માલામાલ થઇ શકો છો.

  •  જો તમે અમીર બનવા માંગો છો તો ગુડી પડવાના પૂજનની સાથે 11 કોડીઓની પણ પૂજા કરી શકો છો. આ કોડીઓ પીળા રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે તમારી તિજોરીમાં પૈસા આવવા લાગશે.
  • કહેવાય છે જો કોઇ તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ ઇચ્છે છે તો તેને ગુડી પડવાના દિવસે તેમના ઘરના મુખ્ય દ્વારા પર 11 કોડીઓને લાલ કપડામાં બાંધીને લટકાવી દેવી જોઇએ.
  • જો કોઇ ખરાબ નજરથી તમે બચવા માંગો છો તો ગુડી પડવા પર એક પીળા રંગની કોડીને તમારા ગળામાં તાવીજની જેમ પહેરો. કારણકે એવું કરવાથી કોઇપણ ખરાબ નજર ઘરમાં આવશે નહીં અને કોઇને પણ નજર લાગશે નહીં.
  • ગુડી પડવાના દિવસે ઘરની ઉત્તર દિશામાં 11 પીળા રંગની કોડીઓને લીલા કપડામાં બાંધીને છુપાવી દો તો કુબેર પ્રસન્ન થઇ ને તમને માલામાલ કરી દેશે અને ધનથી ધન્ય થઇ જશે.

Related posts

જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

Nawanagar Time

પર્સમાં રાખશો આ પ્રકારની ચીજ-વસ્તુઓ તો બની જશો ગરીબ

Nawanagar Time

જામનગરમાં વિઘ્નહર્તાને તરછોડી દેવાયા..

Nawanagar Time

Leave a Comment