Nawanagar Time
સ્વાદ પકવાન

અથાણામાં કઈ નવું બનાવવા ઇચ્છતા હોય તો બનાવી જુઓ આ આદુંનું અથાણું

if-you-want-to-make-a-new-one-in-pickle-see-this-pickle-of-the-beans

સામગ્રી:-

  • આદું – 250 ગ્રામ ,
  • લીંબુનો રસ અથવા વ્હાઇટ વિનેગર – 4-5 ચમચા
  • હિંગ – પા ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • મરચું – 1 ચમચી
  • વરિયાળી – 1 ચમચો
  • રાઇ – 1 ચમચી
  • સરસિયું – 2 ચમચા

બનાવવાની રીત:-

આદુંને ધોઇને છોલી નાખો. તેના એક-એક ઇંચ લાંબા ટુકડા સમારો. તેને એક કપડાં પર પાથરી પંખા નીચે બે કલાક કોરા થવા દો. હવે એક મોટી તપેલીમાં બધો કોરો મસાલો મિક્સ કરો અને તેમાં આદું નાખી સારી રીતે હલાવો. તે પછી તેમાં લીંબુનો રસ અથવા વ્હાઇટ વિનેગર ભેળવો અને તેલ રેડી કાચની બરણીમાં ભરી લઇ બે દિવસ તડકે રાખો. આદુંનું અથાણું તૈયાર છે. આ અથાણું છ થી સાત મહિના સુધી સારું રહે છે.

Related posts

આ રીતે બનાવો બાળકો માટે ચટપટી કોર્ન ભેળ

Nawanagar Time

નામ અલગ છે પણ સ્વાદમાં ગજબ છે બનાવીને જુઓ એકવાર આ :- બફવડા

Nawanagar Time

માત્ર 10 મિનિટમાં જ બની જશે ટેસ્ટી ગાજરનું અથાણું

Nawanagar Time

Leave a Comment