Nawanagar Time
હેલ્થ ટીપ્સ

મેદસ્વીતા ઓછી કરવી હોય તો છોડી દો આ શાકભાજી, જલ્દી પાતળા થઈ જશો

if-you-want-to-reduce-obesity-leave-these-vegetables-will-soon-become-thin

મોટાપો શરીરમાં અનેક રોગો તો ફેલાવે જ છે પણ સાથે તમારી સુંદરતા પણ બગાડે છે. જો તમે મેદસ્વીપણાંથી અસ્વસ્થ છો તો આજથી જ ચરબી વધારતા કેટલાક શાકભાજી ખાવાનું છોડી દો. આમ તો શાકભાજી ખાવાથી વ્યક્તિ તંદુરસ્ત રહે છે, પરંતુ કેટલીક શાકભાજી એવી પણ છે જે વજનમાં વધારો કરે છે. આ શાકભાજી ખાવાથી શરીરમાં બ્લડ શુગર વધી જાય છે અને ભૂખ વધારે લાગે છે. કેટલીક શાકભાજીમાં પુષ્કળ સ્ટાર્ચ હોય છે, જેના કારણે શરીર તેને ડાયજેસ્ટ કરી લે છે અને વધારાની ખાંડ ચરબીમાં ફેરવાઈ જાય છે. તેથી પાતળા થવું હોય તો આવી શાકભાજીઓનું સેવન ન કરવું.

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો બટાકાની ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઇઝ, ડુંગળીની રિંગ્સ, અને લીલા ટામેટાં ખાવાનું તાત્કાલિક છોડી દો. તળેલો ખોરાક અને વધુ તળેલા શાકભાજીથી ખાવાનું પણ ટાળો. તળેલો ખોરાક ખાવાથી ફાંદ નીકળે છે.

કોબી

કોબી, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ અને બ્રોકોલી વગેરે આરોગ્ય માટે સારા છે પરંતુ વધુ માત્રામાં તેનો ઉપયોગ કરવાથી તમારું વજન વધી શકે છે. તેથી ખોરાકમાં કોબીનો વપરાશ ઓછો કરવો. વધુ પ્રમાણમાં કોબીનું શાક ખાવાથી ગેસની સમસ્યા પણ ઊભી થાય છે.

પેક કરેલું સલાડ

પેક કરેલું સલાડ ખાવાનું ટાળો. રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા લંચ પેરમાં આવેલા સલાડનું સેવન ઓછું કરો. પેકેજ્ડ સલાડમાં અસંખ્ય પ્રકારના શાકભાજી હોય છે અને તેમાં ટ્રાન્સ ફેટની માત્રા વધુ હોવાથી તમારું વજન વધી શકે છે.

પોપકોર્ન

તમે ઘણીવાર ગ્રીલ કરેલા બર્ગર સાથે પોપકોર્ન અને ઠંડા પીણાં પીતાં હશો. તે આરોગ્ય માટે તો ખતરનાક છે જ તેમજ તે વ્યક્તિનું વજન પણ વધારે છે. પોપકોર્નમાં સ્ટાર્ચ જથ્થો ખૂબ વધારે હોય છે. તેનાથી બ્લડ શુગર પણ વધે છે. તેથી પોપકોર્ન ઓછી માત્રામાં ખાવી જોઇએ.

બટાકા

બટાકા પણ વધુ માત્રામાં ન ખાવા જોઇએ. બટાકામાં પણ સ્ટાર્ચ જથ્થો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. બટાકા સિવાય ગાજરથી પણ વજન વધતું હોવાથી તે પણ બહુ ઓછી માત્રામાં આરોગવા જોઇએ.

Related posts

1.5કરોડ દર્દીઓ 2040 સુધીમાં દર વર્ષે કેન્સરનો ઈલાજ કરાવતા હશે…

Nawanagar Time

શું તમને ખબર છે કિડનીની તપાસ ક્યારે જરૂરી બને છે?

Nawanagar Time

રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી પીવો, સ્વાસ્થ્ય સાથે ત્વચા માટે પણ ફાયદેમંદ

Nawanagar Time

Leave a Comment