Nawanagar Time
ધાર્મિક

જો જગાડવું હોય સૂતેલું ભાગ્ય તો વાર પ્રમાણે કરો તિલક

if-you-want-to-wake-up-do-your-luck-in-the-form-of-tilak

તિલક કરવાના લાભ અનેક છે તેવી જ રીતે તેના અલગ અલગ પ્રકાર પણ છે. ઉપરાંત અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીને પણ તિલક કરી શકાય છે. કંકુ, ચંદન, ભસ્મ, સિંદૂર વગેરેના તિલક કરવાનું પણ અનેરું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ત્રી હોય કે પુરુષ નિયમિત રીતે કપાળ પર તિલક અથવા ચાંદલો કરવો જ જોઈએ. તિલક કરવાથી વ્યક્તિના પાપનો નાશ થાય છે, તેમજ અણધાર્યા સંકટથી તેમની રક્ષા થાય છે. એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિ જો કોરાં કપાળ સાથે ભગવાનની પૂજા-અર્ચના કરે તો તેનું ફળ પણ પ્રાપ્ત થતું નથી.તો ચાલો જાણી લો કઈ વસ્તુના ઉપયોગ કરીને ક્યારે કરવું જોઈએ કેવું તિલક….

  • સોમવારનો દિવસ ભગવાન શંકરનો દિવસ છે અને તે વારનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. ચંદ્રમા મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. મનને કાબૂમાં રાખીને મસ્તિષ્કને શીતળતા આપવા માટે સફેદ ચંદનનું તિલક કરવું જોઈએ. જો કે શિવભક્તો ભસ્મથી પણ તિલક કરી શકે છે.
  • મંગળવાર હનુમાનજીનો દિવસ માનવામાં આવ્યો છે. આ દિવસનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળ લાલ રંગનુ પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસ લાલ ચંદન અથવા તો સિંદૂરને ચમેલીના તેલમાં મિક્સ કરી અને તિલક કરવાથી ઉર્જા અને કાર્યક્ષમતા વધે છે. તેનાથી મનની ઉદાસી અને નિરાશા પણ દૂર થઈ જાય છે.
  • બુધવાર મા દુર્ગાનો દિવસ માનવામાં આવ્યો છે. બીજી બાજુ આ દિવસ ભગવાન ગણેશની આરાધના માટે પણ ખાસ છે. આ દિવસનો સ્વામી ગ્રહ બુધ છે. આ દિવસે કોરાં સિંદૂરથી તિલક કરવું જોઈએ. આ તિલકથી બૌદ્ધિક ક્ષમતા વધે છે.
  • ગુરૂવારને બૃહસ્પતિવાર પણ કહેવામાં આવે છે. બૃહસ્પતિ ઋષિ દેવતાઓનો ગુરૂ છે. આ દિવસના ખાસ દેવતા છે બ્રહ્મા. ગુરૂને પીળો કે સફેદ મિશ્રિત રંગ પ્રિય છે. આ દિવસ સફેદ ચંદનને ઘસીને તેમાં કેસર મિક્સ કરી તેનાથી તિલક લગાવવુ જોઈએ. તે સિવાય હળદરનું તિલક પણ લગાવી શકાય છે.
  • શુક્રવારનો દિવસ લક્ષ્મીજીનો છે. આ દિવસનો ગ્રહ સ્વામી શુક્ર ગ્રહ છે. આ દિવસ લાલ ચંદન લગાવવાથી માનસિક તાણ દૂર થાય છે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં પણ વધારો થાય છે.
  • શનિવારે ભૈરવ અને હનુમાનજી અને શનિનો વાર છે. આ દિવસનો ગ્રહ સ્વામી છે શનિ ગ્રહ. શનિવારના દિવસે વિભૂત, ભસ્મ કે લાલ ચંદન લગાવવુ જોઈએ. જેનાથી ભૈરવ મહારાજ પ્રસન્ન રહે છે અને કોઈપણ પ્રકારનુ નુકશાન થવા દેતા નથી.
  • રવિવારના સ્વામી સૂર્ય છે. સૂર્ય ગ્રહ જે ગ્રહોના રાજા છે. આ દિવસે લાલ ચંદનનું તિલક કરવું. તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા સદા માટે જાતક પર રહે છે અને માન-સન્માન વધે છે અને નિર્ભયતા આવે છે.

Related posts

ગંગા સપ્તમી, આ દિવસે ભગીરથજી ધરતી પર ઉતારી લાવ્યા હતા માં ગંગાને

Nawanagar Time

જગન્નાથજીના મામેરામાં રૂ.50 હજારના વાઘા અને દોઢ કિલો સોનાનો હાર અર્પણ

Nawanagar Time

રાવણ દહનમાં મોદી-મનમોહન અને બાપુની ઉપસ્થિતિ!

Nawanagar Time

Leave a Comment