Nawanagar Time
ગુજરાત જામનગર

ગેરકાયદે હોર્ડિંગ્સની રૂા. 30 લાખની વસુલાતમાં માંડવાલી?

illegal-hoarding-30-lakh-rupees-in-a-recovery

મોબાઇલ કંપનીઓ, ટ્યુશન કલાસ, શાળા સંચાલકો સહિતના ધંધાર્થીઓ પાસેથી ત્રણ વર્ષથી વસુલાત અટકી

જામનગર:-જામનગર મહાનગરપાલિકામાં ‘અંધેર નગરી ગંડુ રાજા..’ જેવા ઘાટ વચ્ચે ગેરકાયદેસર હોર્ડિંગ્સ ખડકનારા તત્ત્વો પાસેથી રૂા. 30 લાખની વસૂલાત બાકી હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી  વિભાગો દ્વારા આ વસૂલાત કરવામાં ન આવતાં આશ્ર્ચર્ય સર્જાયું છે એક તરફ કર્મચારીઓના પગાર કરવાના ફાંફા છે તો બીજીતરફ લાખોની વસૂલાત કરવાને બદલે જવાબદારો તોડતાડમાં જ પડ્યાં રહેતાં હોવાની પણ છાપ ઉપસી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કોઇપણ જાતની મંજૂરી વગર લગાડવામાં આવેલ હોર્ડિંગ્સ  હટાવવા માટે ત્રણેક વર્ષ પૂર્વે ઝૂંબેશરૂપે કામગીરી કરી હતી અને ઓપો, વિવો, સહિતની મોબાઇલ કંપનીઓના ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટર, શાળા સંચાલકો, ટ્યુશન કલાસના સંચાલકો સહિતના ધંધાર્થીઓના કોઇપણ જાતની પૂર્વ મંજૂરી વગર લગાડવામાં આવેલા હોર્ડિંગ્સ હટાવી દંડનીય કાર્યવાહી કરવા ધડાધડ નોટીસો ફટકારી હતી.

વધુમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા રૂા.5000થી લઇ લાખો રૂપિયા  નોટિસ વર્ષ 2015થી લઇ અત્યાર સુધીમાં અસંખ્ય આસામીઓને ફટકારવામાં આવી છે પરંતુ આ દંડનીય રકમ વસૂલ કરવામાં એસ્ટેટ વિભાગ અને એસ્ટેટ વિભાગના ઉપરી અધિકારીઓને જાણે શરમ આવતી હોય કે લાજ આવતી હોય તેવી સ્થિતિમાં આ વસૂલાતની કામગીરી અભેરાઇએ ચડાવવામાં આવી રહી છે.

સુમાહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના લાંચિયા અને  કર્મચારીઓ દ્વારા આ દંડનીય કાર્યવાહીમાં પણ સેટીંગ કરવામાં આવી રહ્યા છે અને રૂા. 10 હજારની નોટીસ હોય તો 2-4 હજાર ખીસ્સામાં પધરાવી લઇ નોટીસો ગેરવલ્લે ચડાવી દઇ મહાનગરપાલિકાની તિજોરીને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 થી અત્યાર સુધીમાં  દ્વારા અંદાજે 30 લાખ રૂપિયાની નોટીસો ફટકારવામાં આવી છે. પરંતુ આ દંડનીય કાર્યવાહીની નિષ્ઠાપૂર્વક વસૂલાત થતી ન હોય મનપાને પગારના ફાંફા પડી રહ્યા છે આ સંજોગોમાં જો આવી જૂની ઉઘરાણીઓ પકાવવામાં આવે તો મહાપાલિકાને ફાયદો થવાની સાથે-સાથે જામનગરના વિકાસને પણ વેગ મળી શકે.

Related posts

ડીપી કપાતમાં 5.64 કરોડ રૂપિયા વળતર ચૂકવવા સ્ટેન્ડિંગની લીલીઝંડી

Nawanagar Time

છેલ્લા બાર વર્ષથી અવિરત ચાલતો શાસ્ત્રીય સંગીત શિક્ષણનો નિ:શૂલ્ક મહાયજ્ઞ

Nawanagar Time

ભાણવડ પાસે કાર-બાઈક વચ્ચે ટક્કર,દંપતિનું મોત

Nawanagar Time

Leave a Comment