Nawanagar Time
ગુજરાત જામનગર

ઇમ્પેકટ ! રિલાયન્સે આપેલા સફાઇના સાધનો ફટાફટ રિપેર થવા લાગ્યા

impact-reliances-clean-up-tools-began-to-recover-fast

‘નવાનગર ટાઇમ’માં પ્રસિદ્ધ થયેલાં અહેવાલને પગલે જામનગર મહાનગરપાલિકાનું નિંભર તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું

જામનગર:-જામનગર મનપાને કરોડોના ખર્ચે આપેલા સફાઇના સાધનો પડતર હાલતમાં જોવા મળતા નવાનગર ટાઇમ દ્વારા સમાચાર  કરવામાં આવ્યા હતાં. જેને તંત્રએ ગંભીરતાથી લઇ તાત્કાલીક ધોરણે બંધ હાલતમાં રહેલા સાધનોને ચાલુ કરવા પ્રયાસો હાથ ધરી દીધા છે. ભારે લોકોનો વિશ્ર્વાસ જીતવા નવાનગર ટાઇમને સફળતા મળી છે.

જામનગર મહાનગર પાલિકાને કરોડો રૂપિયાના ખર્ચે રિલાયન્સ ફાઉન્ડેશને આપેલા સફાઇના ચાર સાધનો છેલ્લા ત્રણ મહિનાથી કચરામાં મૂકી દેવાયા હતા અને  મિશન અભિયાન માત્ર કાગળો પર જ લખવામાં આવતું હોવાનું નવાનગર ટાઇમની સામે આવ્યું હતું જેને લઇને ઘોરનિંદ્રામાં ઉંઘતા તંત્રને ઢંઢોળવા નવાનગર ટાઇમ સારા સમાચાર સુપ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર દોડવા લાગ્યુ હતું અને આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલીક ધોરણે બંધ પડેલા સફાઇના કિંમતી સાધનો રિપેર કરાવવા તજવીજ હાથ ધરી હતી.  લોકોનો વિશ્ર્વાસ કાયમી રાખવા નવાનગર ટાઇમને સફળતા મળી છે. આગામી દિવસોમાં પણ લોકોની સમસ્યાને ખરી વાચા આપવા માટે નવાનગર ટાઇમ પોતાનું કાર્ય કરતું જ રહેશે.

impact-reliances-clean-up-tools-began-to-recover-fast
impact-reliances-clean-up-tools-began-to-recover-fast

 

impact-reliances-clean-up-tools-began-to-recover-fast
impact-reliances-clean-up-tools-began-to-recover-fast

 

Related posts

રાહુલ-પ્રિયંકા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સભા સંબોધશે

Nawanagar Time

બેડી બંદર નજીક ટ્રક સળગ્યો: ફાયરબ્રિગેડે આગ બુજાવી

Nawanagar Time

કાલાવડના બાલંભડીમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાને વળગાડ હોવાનું કહી ત્રાસ ગુજારતાં સાસરિયાઓ

Nawanagar Time

Leave a Comment