Nawanagar Time
બ્યુટી ટીપ્સ

સોળ સણગાર પૈકી બંગડી ગાયબ હશે તો પંદર શણગાર વ્યર્થ!

હિન્દુસ્તાનમાં અંગ્રેજો પહેલાં અનેક આક્રાંતાઓએ હુમલા કર્યા અને ભારતીય સંસ્કૃતિને વેર-વિખેર કરી નાખી… હુણો, કુશાણોથી માંડીને ડચ-વલંદાઓ! છતાં પણ ભારત દેશ પોતાની સંસ્કૃતિને અડીખમ રાખીને ઉભો છે. જો ભારતીય સંસ્કૃતિ શક્તિશાળી ન હોત તો ભારત દેશની હાલત સોમાલિયા કરતાં પણ ખરાબ હોત! કારણ કે, આટલાં-આટલાં આક્રમણો સહન કરવાની અને તેમ છતાં પોતાની સંસ્કૃતિને યથાવત સ્થિતિમાં રાખવાની શક્તિ ફકત અને ફકત સનાતન ધર્મ પાસે જ છે.

ભારતમાં સ્ત્રીઓ શ્રૃંગારને ખૂબ જ પ્રાધાન્ય આપે છે, પોતે સુંદર અને મોહક દેખાય તે માટે અનેક જતન કરે છે, આભૂષણોથી માંડીને મેકઅપ ઉપર પણ એટલું જ ધ્યાન આપે છે. ભારતીય મહિલાઓ ગમે તેટલી વૅસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત હોય, પરંતુ હાથમાં બંગડી અચૂક પહેરે છે! જો કે, આમાં અપવાદ હોઈ શકે!! બંગડીઓ કાચની હોય અથવા તાંબાની ક્યાંક તો પ્લાસ્ટિકની રંગ-બેરંગી બંગડીઓ પણ પહેરવાનું સ્ત્રીઓ પસંદ કરે છે. ટૂંકમાં સનાતન ધર્મની પરંપરા અનુસાર જન્મથી લઈને મૃત્યુ સુધી અનેક પ્રથામાંથી સનાતન ધર્મના અનુયાયીઓ પસાર થાય છે. સનાતન પરંપરાઓની પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો હોવાનું એક નહીં અનેક વખત સિદ્ધ થઈ ચૂક્યું છે.

બંગડી એટલે સુહાગન સ્ત્રીની નિશાની છે, જ્યારે સ્ત્રી બન્ને હાથમાં રંગ-બેરંગી બંગડીઓ ધારણ કરે છે ત્યારે તે મોહક તો લાગે જ છે સાથે-સાથે સંસ્કારી પણ! કોઈ પણ ગૃહિણી પોતાનાથી વડીલ વ્યક્તિને બે હાથ જોડીને નમસ્કાર કરે છે ત્યારે સામેવાળી વડીલ વ્યક્તિને તે આદર અને સન્માન આપે છે એવું પ્રસ્થાપિત થાય છે. જો કે, બન્ને હાથ જોડીને નમસ્કાર કરવાથી અનેક શારીરિક લાભ પણ પ્રાપ્ત થાય છે એ અલગ વાત છે.

બંગડી ધારણ કરવાથી ગૃહિણીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તેથી નકારાત્મક ઉર્જાથી બચવા માટે બંગડી પહેરવી અનિવાર્ય હોવાનું કહેવાયું છે. બંગડીની ધાતુઓથી મહિલાઓનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. હિન્દુ ધર્મમમાં મહિલાઓ હાથમાં બંગડી પહેરે છે આ પરંપરા યુગો-યુગોથી ચાલી આવે છે.

જો કે, સ્ત્રીઓ હાથમાં બંગડીઓ ધારણ કરે છે તેનું વૈજ્ઞાનિક મહત્વની સાથે-સાથે ધાર્મિક મહત્વ પણ રહેલું છે. બંગડી પહેરવાના અનેક ફાયદા મહિલાઓ પ્રાપ્ત કરે છે. ધાર્મિક કથન અનુસાર બંગડી પહેરવાથી સુહાગન મહિલાના પતિને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે અને તેણીનો પતિ અનેક અલા-બલાઓથી સુરક્ષિત રહે છે. એવું પણ કહેવાય છે કે, પતિ-પત્ની વચ્ચેના પ્રેમને વધારવા માટે બંગડી અગત્યનો ભાગ ભજવે છે, વિવાહિત જીવનમાં ખુશી અને આનંદનો માહોલ ઈચ્છતા હો તો બંગડીને નજરઅંદાઝ કરવી જોઈએ નહીં.

નાનકડી બાળકી હોય, તરૂણી હોય કે પુખ્ત વયની મહિલા હોય, સમયાંતરે કોઈ અનુષ્ઠાન બાદ કે નામ કરણથી માંડીને લગ્ન બાદ હાથમાં કડા કે બંગડી ભરવાની પરંપરા ભારતમાં પ્રાચીનકાળથી ચાલી આવી છે. બંગડીના પહેરવાના કારણે શરીરનો રકતસંચાર પણ સામાન્ય બની રહે છે, ઉર્જાના સ્તરમાં પણ યથોચિત વધારો થાય છે જેની ફળશ્રૃતિ તે મહિલા માનસિક રીતથી મજબૂત બને છે અને અનેક બિમારીઓને પોતાનાથી દૂર રાખી શકે છે. સુહાગન સ્ત્રીના કુલ 16 શણગાર માનવામાં આવે છે. આમાંથી એક બંગડીઓ પણ છે. કોઈપણ સ્ત્રીની સોળ શણગારો બંગડીઓ વિના પૂર્ણ થતી નથી.

વાસ્તુ શાસ્ત્રમાં બંગડીનું મહત્વ
બંગડીની ધાતુનું પણ પોતાનું એક અલગ જ મહત્વ છે, વિભિન્ન રંગ પણ મહિલાઓને તંદુરસ્ત રહેવામાં મદદગાર સાબિત થાય છે. કહેવાય છે કે, બંગડી-કડા-પાટલાં કે પટોડા પહેરવાના કારણે હાથ ઉપરના ચોક્કસ પૉઈન્ટ્સ ઉપર પ્રેશર પડે છે જેના કારણે મહિલાઓને યુટ્રેસમાં મજબૂતી મળે છે.આવી સ્થિતિમાં, બંગડીઓનું મહત્વ સમજી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર બંગડીઓ પહેરવાના ઘણા ફાયદાઓ સમજાવે છે. આ મુજબ બંગડીઓની બંગડીઓમાંથી નીકળતો અવાજ વાતાવરણમાં સકારાત્મકતા લાવે છે. આ આસપાસના વાતાવરણમાં પ્રવર્તતી ઉદાસીને દૂર કરે છે. અને ત્યાંના લોકો પ્રેમથી સાથે રહે છે.

Related posts

ફોટો-ફેશ્યલ એક સારો અને અનોખો વિકલ્પ

Nawanagar Time

ડેંડ્રફ થી પરેશાન ? ઘરે બનાવો આ હેરપેક અને માત્ર 2 વાર લગાડી ડેંડ્રફ દૂર કરો…

Nawanagar Time

નવરાત્રિમાં ફેશન એવી કરજો જે સમાજ અને શરીર માટે સ્વીકાર્ય હોય

Nawanagar Time