Nawanagar Time
ગુજરાત જામનગર

સ્વાતંત્ર સંગ્રામમાં દ્વારકાના દયાકુંવરબેનનું મહત્વનું યોગદાન

important-contribution-of-dyakubarben-of-dwarka-in-freedom-struggle

દેશને આઝાદી અપાવવા દ્વારકાના ગુગળી બ્રાહ્મણ દંપતિએ જેલવાસ પણ ભોગવ્યો હતો : દયાકુંવરબેનના પુત્રી હેમંતબેને વાગોળ્યા સંસ્મરણો

જામનગર:-આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરૂષ સમોવડી બની છે. રસોડાથી લઈ રાજકારણ સુધી સ્ત્રીઓએ પોતાનું અધિપત્ય જમાવ્યું છે. આ તો આજનાં સમયની  છે, પણ જ્યારે આઝાદીનો કાળ હતો ત્યારે મોટાભાગની સ્ત્રીઓનું જીવન ચાર દિવાલ પુરતુ જ સીમીત હતું. છતાં ઘણી એવી શક્તિશાળી  મહિલા હતી. જેમણે આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેવા જ એક શક્તિશાળી મહિલા એટલે સ્વ.દયાકુંવરબેન નારણદાસભાઈ દવે જેમના લગ્ન માત્ર 14 વર્ષની ઉંમરે થયા હતાં. 15-16 વર્ષની વયે  દેશ માટે કપરો જેલવાસ ભોગવ્યો. જેલવાસ દરમ્યાન સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, કમલાબેન નહેરૂ તેમના સંપર્કમાં આવ્યા હતાં.

આ દયાકુવરબેન સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય. તેઓ દ્રારકાના વતની હતાં. સ્વભાવે કડક હતા પણ આઝાદીની લડાઈમાં તેમને મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના વિશે વધુ જાણકારી રાજકોટમાં જ રહેતાં તેમનાં 85 વર્ષના પુત્રી  નટવરલાલ વાયડાએ આપી.. તેમને તેમની માતા સાથેનાં સંસ્મરણો વાગોળ્યા… દયાકુંવરબહેનના લગ્ન 14 વર્ષની વયે દ્રારકાનાં નારણદાસ દવે સાથે થયા… નારણદાસ દવે તે સમયે ….. કંપનીમાં નોકરી કરતાં હતા તેમની બદલી કલકતામાં થઈ તે સમયે કલકતામાં સ્વાતંત્ર્ય ચળવળના કાર્યક્રમો ચાલતા હતાં. પૂ.મહાત્મા ગાંધીની રાહબરી હેઠળ ચાલતી આઝાદીની લડાઈનાં જુસ્સામાં રંગાઈને  નોકરી છોડી દીધી હતી અને બાપુનાં સંદેશને શીરે ચઢાવી પતિ પત્ની બંને સ્વાતંત્ર્ય સેનામાં જોડાયા. દયાકુંવરબેને દાંડીકુચમાં પણ ભાગ લીધો હતો.

દયાકુંવરબેનના પુત્રી હેમંતબેન જણાવે છે કે મારા બા દયાકુંવરબેનનો સ્વભાવ કડક હતો. પણ અમને છ ભાઈઓ બહેનોનો ઉછેર ખુબ સારો કર્યો એ સમયે જ્યારે છોકરીઓ ઘરની બહાર પણ  નીકળતી ત્યારે તેઓએ મને ભણવા માટે વડોદરા ગુરૂકુલમાં મોકલી જો કે જ્યારે બા નો જેલવાસ થયો ત્યારે તો મારો જન્મ પણ ન હતો થયો. મને મારાભાઈઓ બા ની વાતો કરતાં. મારા બા સ્વાતંત્ર્ય સેવિકા તરીકે ફરજ બજાવતાં હતાં. તેમણે વિદેશી કાપડની હોળી કરી હતી. સ્વદેશી ચળવળ, દારૂબંધી, સામાજીક આર્થિક  સક્રિય રહ્યા હતાં. તેમની ચળવળ ઝુંબેશની લોકોમાં ઘેરી અસર હતી. એટલે અંગ્રેજ સરકારે પ્રારંભમાં ચારકે વખત દિવસભરની જેલમાં રાખ્યા હતાં. છતાં બાએ પીછે હઠ ના કરી એટલે અંગ્રેજો તેઓને ચાર માસની જેલની સજા ફટકારી. 1930માં તેમને કોલકત્તાની પ્રેસીડેન્સી જેલમાં રાખવામાં આવ્યા. જ્યાં તેમની સાથે અન્ય સેવિકાઓ પણ હતા, જેલમાં  અપાતો.. કાંકરાવાળુ ભોજન અપાતું છતાં તેમનો જુસ્સો અડીખમ રહ્યો.. આજીવન દયાબેનનો દેશપ્રેમ જળવાઈ રહ્યો. 1997માં આઝાદીની સુવર્ણજયંતિની ઉજવણી વેળાએ દયાબેનનુ સન્માન કરવા આવ્યું હતું. સ્વ.નારણદાસ ભાઈએ બે વર્ષ સુધી દેશ માટે કામ કર્યું પાછળથી તેઓ સુરદાસ થઈ ગયેલા. છતાં પણ તેમનો જુસ્સો જળવાઈ રહ્યો. તેઓ કલકત્તાથી જ્યારે દ્રારકા આવ્યા  તેમનું સરઘસ કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. 1932માં દ્રારકા આવ્યા પછી પણ દરેક ક્ષેત્રમાં સેવા આપી. સુધરાઈ દેવસ્થાન સમિતિ (દ્રારકાધીશ મંદિર), મહિલા મંડળ સમાજ કલ્યાણ શાખા વગેરેમાં ભાગ લેતાં. ઉલ્લેખનીય છે કે દયાકુંવરબેન કરાંચીમાં ભાષણ આપવા જતાં કરાંચીમાં યોજાયેલ કોન્ફરન્સમાં પણ તેમણે ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય  સ્વ.દયાકુંવર બહેને દેશ સેવા માટે યોગદાન આપ્યું. સલામ છે તેના જુસ્સાને એ સમયે દ્રારકાથી છેક કોલકત્તા જવું. અજાણ્યો પ્રદેશ અને પતિ સાથે સ્વાતંત્ર્ય સેનામાં જોડાવું. જેલવાસ ભોગવવો. આવા કેટલાય મહિલાઓ છે જેમને આઝાદીની ચળવળમાં પોતાનું યોગદાન આપ્યું છે. સલામ છે એ ભારતીય નારીને.

Related posts

ચોમાસું ખેંચાશે તો જળસંકટ હજું પ્રજાને વધુ મુશ્કેલીમાં મૂકશે,

Nawanagar Time

દરેક એસટી ડેપોની હાલત ખસતા, જોવો જામનગર એસટી ડેપોની હાલત..

Nawanagar Time

કોર્ટ બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થતા સાત વ્યક્તિઓ અંદર ફસાયા

Nawanagar Time

Leave a Comment