Nawanagar Time
ગુજરાત જામનગર

રણજીતનગર લેઉવા પટેલ સમાજ ખાતે ખોડલધામ સમિતિની મહત્ત્વની બેઠક

important-meeting-of-khodalgarh-committee-at-ranjitnagar-leuva-patel-samaj

દરેડમાં ઉદ્યોગપતિઓ સાથે સ્નેહમિલનમાં હાજરી આપતાં ખોડલધામ પ્રમુખ નરેશભાઈ પટેલ

જામનગર:-જામનગરમાં રણજીત નગર ખાતે આવેલા લેઉવા પટેલ સમાજમાં ગઈકાલે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ આવ્યા હતા અને તેમણે પટેલ સમાજના બિલ્ડર, ડોક્ટર, સીએ, મહિલા સમિતિના પ્રતિનિધિઓ સહિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને આગામી સમયમાં પટેલ સમાજના ઉત્કર્ષ માટે ચર્ચા વિચારણા કરી હતી.

રણજીતનગરસ્થિત પટેલ સમાજ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમન નરેશભાઈ પટેલએ કહ્યું હતું કે, 15 વર્ષ પહેલા મિત્રો સાથે બેઠા હતા અને વિચાર આવ્યો કે આપણા સમાજના તમામ લોકો સંગઠિત થાય તે માટે કાઈક કરવું જોઈએ અને ખોડલધામનું નિર્માણ કર્યું. તેમાં સમાજના તમામ લોકોએ ખુબજ મહેનત કરી અને લેઉવા પટેલ સમાજનું નામ વિશ્વફલક ઉપર રોશન કર્યું.

નરેશભાઈ પટેલે વધુમાં કહ્યું કે, મંદિરની સાથે હવે સમાજના ઉત્કર્ષના પણ કર્યો કરવાના છે. સમાજના લોકોને ઉપયોગી થવાનું છે. રાજ્યના તમામ જીલ્લા મથકે ખોડલધામના નેજા હેઠળ સમાજ ઉપયોગી કર્યો કરવાના છે. જેમાં સમાજના દીકરા-દીકરીઓને આગળ લાવવા માટે શિક્ષણના કર્યો કરવાના છે. સ્કીલ ડેવલોપમેન્ટ ક્લ્લાસ, ટ્રેઈનીંગ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાની છે.

આ ઉપરાંત 11 લોકોની એક ટીમ બનાવવામાં આવી છે જે શિક્ષણ તેમજ ખેડૂતો માટે કામ કરશે. કૃષિક્ષેત્રે પણ કર્યો થશે. કૃષિમાં સંસોધનો કઇ રીતે થાય, ખેડૂતોને કઇ રીતે ઉપયોગી થવાય તેવું કામ કરવામાં આવશે. આ બેઠકમાં નરેશભાઈ પટેલનું પટેલ સમાજના જુદા-જુદા ગ્રુપ દ્વારા સન્માન-અભિવાદન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત નરેશભાઈ પટેલે જામનગર, દરેડ ખાતે ઉદ્યોગપતિઓના સ્નેહમિલનમાં હાજરી આપી મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

Related posts

દિવ્યાંગોએ ક્રિકેટ મેચથી મતદાનનો સંદેશ આપ્યો

Nawanagar Time

રાજ્યમાં વાવેતર થાય છે 45થી વધુ પ્રકારની મગફળી

Nawanagar Time

જિલ્લા પંચાયતના 36 કર્મચારીને કાયમી નોકરી મળતાં ખુશીની લહેર

Nawanagar Time

Leave a Comment