Nawanagar Time
ગુજરાત જામનગર

અકસ્માત કેસમાં મૃત્યુ બદલ રૂા. 1.70 કરોડનું વળતર

in-case-of-an-accident-for-the-death-1-70-crore-return

ગુજરાત ટ્રાવેલ્સ અને ખાનગી વિમા કંપનીએ વળતર ચુકવવા ઇન્કાર કરતાં અદાલતે લગાવી ફટકાર

જામનગર:-આ કેસની હકીકત એવી છે કે, સિંચાઇ ખાતામાં એન્જીનીયર તરીકે નોકરી કરતા મોહનભાઇ પરસોતમભાઇ પઢીયાર ગુજરાત ટ્રાવેલ્સની બસમાં  ભાવનગરથી જામનગર આવતા હતા અને બસ ફલ્લા ગામ પાસે પહોંચતા બસનો ચાલક તેની બસ ખુબ જ પુરઝડપે અને બેદરકારીથી ચલાવતો હોય અને બસને ફલ્લા પાસે પલ્ટી ખવડાવતા બસના મુસાફરોને ગંભીર ઇજાઓ થયેલ અને મોહનભાઇ પરસોતમભાઇ પઢીયારને ગંભીર ઇજા થવાથી તેમનું મૃત્યુ થયેલ. આ અંગે બસના ડ્રાઇવર વિરૂદ્ધ પંચકોશી એ  ગુન્હો નોંધાયેલ. આ પ્રકારે એન્જીનીયરના અકાળે અવસાન થતા તેમના વારસદારોએ જામનગરની મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલમાં બસના માલિક ગુજરાત ટ્રાવેલ્સ એજન્સી તથા બસની વિમાકંપની ઓરીએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની સામે રૂપિયા પંચાણું લાખનું વળતર મેળવવા માટે દાવો નોંધાવતા નામદાર ટ્રીબ્યુનલે માલિક તથા વિમા કંપનીને નોટીસ કરેલ, વિમા કંપની તરફે એડવોકેટ રોકાયેલ અને  કેસમાં ગુજરનારના વળતર અરજીનો વિરોધ કરેલ અને કેસમાં પુરાવો નોંધવામાં આવેલ ત્યારે વીમાકંપની દ્વારા તકરાર ઉઠાવવામાં આવેલ અને ગુજ. મોહનભાઇ કોઇપણ પ્રકારનું વળતર મેળવવા હક્કદાર થતા ન હોય અને આ અકસ્માત સબંધે વીમાકંપનીની વળતર ચુકવવાની કોઇપણ જવાબદારી થતી ન હોય તેથી તેમની વિરૂઘ્ધ વળતર અરજી રદ કરવા માંગણી કરવામાં  જેની સામે અરજદારના વકીલ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટના જુદા જુદા ચુકાદાઓ ટાંકી અને ગુજરનારનું આ રીતે અવસાન થયેલ હોય તેથી તેમના વિધવા તથા અભ્યાસ કરતા બાળકોને વધુમાં વધુ વળતર ચુકવવું જોઇએ તેવી રજૂઆત તથા દલીલો બાદ નામદાર મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલે ગુજ. મોહનભાઇ પરસોતમભાઇ પઢીયારના પરીવારને વળતર  દાખલ કરેલ ત્યારથી વ્યાજ સહિત રૂપિયા એક કરોડ સતર લાખ વિમા કંપનીએ ચુકવવા તેવો હુકમ કરેલ છે. આ કામમાં મૃત્યુ પામેલ મોહનભાઇ પરસોતમ ભાઇ પઢીયાર તરફે રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની તથા હરદેવસિંહ આર. ગોહિલ રોકાયેલ હતાં.

Related posts

દરેડ ગામે મહિલાએ ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

Nawanagar Time

ઉજ્જવલા યોજનાના બાટલા કરતાં લાકડાનાં ચૂલા સસ્તા !

Nawanagar Time

ખંભાળિયાની મહિલાને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં આગોતરા જામીન મંજુર

Nawanagar Time

Leave a Comment