Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

હકુભા જાડેજાને અન્ન નાગરિક પુરવઠા વિભાગનો હવાલો

in-charge-of-the-food-supply-department-of-hakubha-jadeja

અન્ન-નાગરિક પુરવઠાની સાથે-સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજાને કુટિર ઉદ્યોગ વિભાગો સોંપાયા

ગાંધીનગર:-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના મંત્રી મંડળમાં એક કેબિનેટ કક્ષાના મંત્રી તથા બે રાજ્યકક્ષાના મંત્રીઓ ઉમેર્યા બાદ રવિવારે આ નવનિયુક્ત મંત્રીઓને ખાતાની ફાળવણી કરી છે. રાજ્યકક્ષાના અન્ય નવા મંત્રી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાને  પુરવઠો, ગ્રાહકલક્ષી બાબતો તથા કુટિર ઉદ્યોગ વિભાગો સોંપાયા છે.

રાજ્યકક્ષાના અન્ય નવા મંત્રી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાને અન્ન-નાગરિક પુરવઠો, ગ્રાહકલક્ષી બાબતો તથા કુટિર ઉદ્યોગ વિભાગો સોંપાયા છે. અગાઉ આ વિભાગોના રાજ્યકક્ષાના હવાલા કોઈનેય અપાયા ન હતાં. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પાસે આ બધા વિભાગોનો ફુલફલેજ્ડ હવાલો હતો. એક નાનો  કર્યો છે, જેમાં રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહિર પાસે માત્ર સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોના કલ્યાણનો વિભાગ હતો, હવે એમને પ્રવાસન વિભાગનો રાજ્યકક્ષાનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને પ્રવાસન તથા મત્સ્યોદ્યોગના વિભાગો સોંપવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ તથા મત્સ્યોદ્યોગ વિભાગ અત્યાર સુધી અનક્રમે કેબિનેટ મંત્રી  વસાવા તથા રણછોડ ફળદુ પાસે હતાં. રાજ્ય કક્ષાની મંત્રી યોગેશ પટેલને નર્મદા તથા શહેરી ગૃહનિર્માણ વિભાગો સોંપાયા છે. બંને વિભાગોના રાજ્યકક્ષાના હવાલા અગાઉ કોઈને સોંપાયા ન હતાં. અત્યાર સુધી શહેરી વિકાસ વિભાગનો ફુલફ્લેજ્ડ હવાલો ઈખ રૂપાણી પાસે અને નર્મદા વિભાગનો ફુલફ્લેજ્ડ હવાલો ડ્ઢઅ.ઝ્રસ્ નીતિન પટેલ પાસે હતો. મધુ શ્રીવાસ્તવ  નિગમમાં ચેરમેન વાઘોડિયા બેઠક ઉપરથી સતત 6 વાર ચૂંટાઈ રહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાને મંત્રી મંડળમાં નહીં સમાવાતા રીતસર ધમકી આપી હતી, જેના પગલે એમને ગુજરાત ખેતઉદ્યોગ નિગમ લિમિટેડના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના કુલપતિ તરીકે મહિપતસિંહ ચાવડાની નિમણૂક કરાઈ છે.

Related posts

આરએસએસના રજ્જુભૈયાના નામે ટ્રસ્ટ ખોલી કરોડોનું કૌભાંડ

Nawanagar Time

જામનગરમાં તાપમાનનો પારો ઊંચકાયો: છ દિવસમાં સાત ડિગ્રીનો વધારો

Nawanagar Time

કાલે રામનવમી અવસરે જામનગરમાં નીકળશે ભવ્ય રામસવારી

Nawanagar Time

Leave a Comment