Nawanagar Time
ગુજરાત જામનગર

ઠેબા માં લેઉવા પટેલ સમાજનો શુક્રવારે સમૂહ લગ્નોત્સવ, 76 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે.

in-dheba-leuva-patels-samuh-vivah-set-up-on-friday

સમૂહ લગ્નમાં 76 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે : ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ અને કેબિનેટ મંત્રી આર. સી. ફળદુ સહિતના મહાનુભાવો આશિર્વાદ આપવા ઉપસ્થિત રહેશે

જામનગર:-લેઉવા પટેલ સમૂહ લગ્ન સમિતિ તથા લેઉવા પટેલ કર્મચારી એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે અને જામનગર જિલ્લા ખોડલધામ સમિતિની પ્રેરણાથી આગામી તા.  શુક્રવારે લેઉવા પટેલ સમાજનો 12મો સમૂહ લગ્નોત્સવ ઠેબા ખાતે યોજાશે આ તકે જ્ઞાતિની પ્રતિભાઓનું સન્માન પણ થશે.

કાર્યક્રમ અંતર્ગત તા. 7ના રોજ સવારે ગાયત્રી યજ્ઞ, બપોરે ભોજન સમારંભ ત્યાર બાદ ખેડૂત લક્ષી સજીવ ખેતી કાર્યક્રમ અને રાત્રે લોકડાયરો યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં 76 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે, દીકરીઓને સમૂહ  સમિતિ દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત દાત્તાઓ દ્વારા પણ વિવિધ વસ્તુઓ અપાશે.

સમૂહ લગ્નોત્સવની સાથો સાથ સમાજ શ્રેષ્ઠી જૈમીનભાઇ સભાયા, રાહુલભાઇ વૈષ્ણવ, કૌશિકભાઇ દુધાગરા, ધર્મેશભાઇ નારિયા, બીપીનભાઇ ભંડેરી, ધવલભાઇ સાવલિયા, ડૉ. શિલ્પાબેન દોંગા, ડૉ. પ્રતિભાબેન મોલિયા, સંજયભાઇ સંઘાણી, યોગિતાબેન ગધેથરીયા, મલયભાઇ ગોલકિયા, ધવલભાઇ વસોયા અને  પૂજાબેન ચોવટિયા, ઘેલાભાઇ દોમડિયા, ખિમજીભાઇ સંઘાણી, વિનોદભાઇ મોલિયા, રવિન્દ્રભાઇ દુધાગરા, સંદિપભાઇ પિપરિયા, ભરતભાઇ ચિખલીયા, નરેશભાઇ ડાકા, રસીકભાઇ દુધાત્રા, મનસુખભાઇ વસોયા, આણંદભાઇ સંઘાણી, લવજીભાઇ તળપદા, પોલાભાઇ ચીખલિયા સહિતનું સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, મંત્રી જયેશભાઇ રાદડિયા, બિનઅનામત આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા,  ટ્રસ્ટના મંત્રી જીતુભાઇ વસોયા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, હાપા માર્કેટ યાર્ડના ચેરમેન રાઘવજીભાઇ પટેલ, ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીના પ્રફુલ્લભાઇ સેજલીયા, જિલ્લા પં. પ્રમુખ નયનાબેન માધાણી, કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડિયા, ખોડલધામ ટ્રસ્ટી ગોપાલભાઇ રૂપાપરા, નવાનગર બેંકના ડાયરેકટર નાથાભાઇ મુંગરા, લઘુઉધોગ ભારતીયના પ્રમુખ ગણેશભાઇ ઠુમર,  લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી મનસુખભાઇ દેવાણી  સહિતના મહેમાનો ખાસ ઉપસ્થિત રહેશે.

Related posts

ગુજરાતનું કયું શહેર છે સૌથી ઠંડુ ? જાણો કેવું રહેશે વર્ષના અંતે હવામાન ?

Nawanagar Time

અષાઢ પણ કોરો જતા ખેડૂતો ચિંતામાં, ગામડાઓમાં પીવાના પાણીનું સંકટ વધ્યું

Nawanagar Time

રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા ઓપન જામનગર વિવિધ સ્પર્ધા યોજાઈ

Nawanagar Time

Leave a Comment