Nawanagar Time
ગુજરાત જામનગર

જિલ્લાના પંચાયતના આરોગ્ય કર્મચારીઓની ગાંધીગીરી

in-district-panchayat-health-workers-shows-gandhigiri

મમતા દિવસે જ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કામગીરી ઠપ્પ થઇ ગઇ

જામનગર:-રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી પોતાની વિવિધ 13 માંગણીઓને સંતોષવાની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. આવેદન, કાળી પટ્ટી ધારણ કરવી, પેનડાઉન વગેરે જેવા આંદોલનાત્મક કાર્યક્રમો છતાં રાજ્ય સરકારે તેમની માંગણીઓ ન સંતોષતા આજે આ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉમટીને વિરોધ નોંધાવનારા છે જેમાં જામનગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ પણ જોડાઇને વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા હતાં.

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અપાયેલા માસ સી.એલ. કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયત હેઠળના 448 આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતાં. આ કર્મચારીઓ સી.એલ. રજા મુકીને પોતાની ફરજ પરથી અળગા રહ્યા હતાં. આ કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજીને સુત્રોચ્ચારો દ્વારા પોતાની માંગણીઓ સંતોષવા માંગ કરી રામધુન બોલાવી હતી.

in-district-panchayat-health-workers-shows-gandhigiri
in-district-panchayat-health-workers-shows-gandhigiri
in-district-panchayat-health-workers-shows-gandhigiri
in-district-panchayat-health-workers-shows-gandhigiri

આ કર્મચારીઓએ પોતાની રજૂઆતને યોગ્ય ઠેરવવા વિરોધની સાથે રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કર્યુ હતું. જેના ભાગરૂપે રકતદાન કેમ્પ, આણંદાબાવા સંસ્થા તથા તાલુકાની શાળાઓમાં સફાઇ સહિતના વિવિધ કાર્યક્રમો યોજ્યા હતાં. આજે ‘મમતા દિવસ’ની ઉજવણી થઇ હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ માસ સી.એલ. પર જતા માતા-બાળકોને રસીકરણ સહિતની તમામ આરોગ્ય સેવાઓ ઠપ્પ થઇ જવા પામી હતી. પંચાયતના આરોગ્ય કર્મચારીઓની આ માસ સી.એલ.માં રાજ્યના 1372 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 36 હજાર કરતા વધારે કર્મચારીઓ જોડાયા હતાં. જેથી રાજ્યભરમાં મમતા દિવસને અનુલક્ષી યોજાનારી વિવિધ આરોગ્ય કામગીરી ઠપ્પ થઇ જવા પામી હતી. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે પોતાની પડતર માંગણીઓ રાજ્ય સરકાર સંતોષશે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

in-district-panchayat-health-workers-shows-gandhigiri
in-district-panchayat-health-workers-shows-gandhigiri

Related posts

દિવાળીમાં ફટાકડા ફોડવાના અતિરેકભર્યા કિસ્સામાં ખૂની હુમલા સહિત મારામારી

Nawanagar Time

જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્યસભા ભ્રષ્ટાચાર મામલે ગાજશે

Nawanagar Time

પ્રી-મોનસુન કામગીરીની પોલ છતી કરતા મેઘરાજા

Nawanagar Time

Leave a Comment