Nawanagar Time
ગુજરાત

દ્વારકામાં મહીલાના ઘરમાં પ્રવેશ કરી પુત્રને બેફામ માર: ચાર સામે ગુનો

in-dwarka-the-girl-gets-entangled-in-a-womans-house-a-crime-against-four

ખંભાળિયા:-દ્વારકામાં હુશેની ચોક ખાતે રહેતા પુરીબેન તેજાભાઇ ચાનપા નામના 47 વર્ષના અનુ.જાતીના મહિલાના ઘરમાં રાત્રીના સમયે પ્રવેશ કરી ટીવી સ્પેશન વિસ્તારમાં રહેતા જીતુ સામતભાઇ, નિલેશ, ભોજીબેનનો પુત્ર દેવાભાઇ અને ગોમતીબેનનો પુત્ર રાજાએ ડખ્ખો સજર્યો હતો.

લાકડી તથા ઘોકા સાથે આવેલા આરોપીઓએ પુરીબેનના પુત્ર દેવશીને કોઇ કારણોસર બેફામ માર મારી મુઢ ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઇપીસી કલમ 447, 323, 504, 506(2), 114 તથા જીપી એકટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

જામનગર મેડિકલ કૉલેજમાં વિદ્યાર્થીઓનો મામલો પોલીસ ચોપડે, આ હતું કારણ

Nawanagar Time

જામનગરમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નિકળી

Nawanagar Time

ચાંદીબજાર ચોકમાં ધ્વજવંદન કરતાં મેયર હસમુખભાઈ જેઠવા

Nawanagar Time

Leave a Comment