Nawanagar Time
ગુજરાત

ઘુમલી આશાપુરા માતાજીના મંદિરમાં લૂંટ-પૂજારીની ઘાતકી હત્યા

200-peoples-inquiries-in-the-ghumli-priest-murder-case

ભાણવડ નજીક આવેલા પ્રાચીન મંદિરમાં લૂંટારૂઓ ત્રાટક્યા: સોનાનું છત્તર, દાગીનાની લૂંટ કરી મંદિરના ગર્ભગૃહમાં જ પૂજારીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટત ઊતાર્યા

ભાણવડ:-ભાણવડના ઘુમલી ગામે આવેલ પ્રાચીન આશાપુરા માતાજીના મંદિરમાં ગઈકાલે મોડી સાંજે ત્રાટકેલા લૂંટારાઓએ સોનાના છત્તર અને દાગીનાની લૂંટ કરી ગર્ભગૃહમાં જ પૂજારીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઊતારતા સનસનાટી મચી જવા પામી છે. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાણવડના ઘુમલી ગામ નજીક આવેલ ડુંગરમાં પ્રાચીન આશાપુરા માતાજી મંદિરનું મંદિર આવેલું છે. ગઈકાલે રાત્રિના મંદિરના ગર્ભગૃહમાં જ પૂજારી હસુભાઈની અજાણ્યા શખસો દ્વારા હત્યા કરી નાખવામાં આવતાં ચકચાર જાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ,  રાત્રી ના 9 વાગ્યા આસપાસ કોઈ અજાણ્યા શખ્સો દ્રારા  ઝપાઝપી કરી પૂજારીને મોતને ઘાટ ઊતાર્યા હોવાનું પ્રથમદર્શી રીતે જણાય રહ્યું છે. બનાવના મૂળને તાપસતા મરનાર પૂજારીને કોઈ અંગત અદાવત ન હોય પરંતુ મંદિર માં ચોરી અર્થે આવેલ કોઈ લૂંટારૂ કે તસ્કરો સાથેના ઘર્ષણમાં મૃત્યુ થયું હોવાની દિશામાં ભાણવડ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં જાણવા મળ્યાં મુજબ પૂજારી જ્યારે નિત્યક્રમની આરતી કરતાં હોય તે સમયે જ લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા ઇશામો દ્રારા મંદિરની મૂર્તિઓના ઘરેણાં લૂંટી લેવામાં આવ્યા હોવાનું ફલિત થઈ રહ્યું  છે. આ સાથે જ પૂજારી રૂમના કબાટમાંથી પણ કિંમતી સમાનની ચોરી કરાઈ હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. જ્યારે ચોરી અને લૂંટના ઇરાદે આવેલા શખ્સો દ્રારા મંદિરના સીસી ટીવી કેમેરા અને હાર્ડડીસ્ક, ડીવીઆર સહિતનો સામાન પણ ઉઠાવી જઇ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરાયો છે. જ્યારે નિત્યક્રમની આરતી સમય ની અગરબત્તી પણ પૂજારીના હાથમાં રહી જવા પામી હોય આ ઘટના પાછળ લૂંટનો ઈરાદો સ્પષ્ટ જણાઈ રહ્યો છે. દરમિયાન ભાણવડ તાબેના ઘુમલીના પ્રાચીન આશાપુરા મંદિરના વૃદ્ધ પૂજારી હસુભાઈની લૂંટના ઇરાદે હત્યા કરી હત્યારાઓ મંદિરની મૂર્તિના ઘરેણાં અને કિંમતી સમાનની લૂંટ સાથે સીસી ટીવી કેમેરાની હાર્ડડીસ્ક અને ડીવીઆર ઉઠાવી જઈ પુરાવાઓનો નાશ કર્યો હોય આ રહસ્યમય ઘટના પાછળ કોઈ જાણભેદુ શખસો સંડોવાયેલા હોવાની પણ શંકા સેવાઈ રહી છે.

in-ghumli-ashapura-matajis-temple-brutal-murder-of-robbery-worshiper
in-ghumli-ashapura-matajis-temple-brutal-murder-of-robbery-worshiper

સમગ્ર સૌરાષ્ટ્ર માં ખ્યાતિ પામેલ મંદિરમાં અઘટિત ઘટના બનવાથી ભક્તોમાં રોષની લાગણી ફાટી નીકળી છે અને લૂંટારૂઓએ માતાજીના ઘરેણાં, છત્તરની પણ ઉઠાવી ગયાં હોય આ ઘટનામાં લૂંટારૂઓ સાથે ઘર્ષણમાં હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે.

શિયાળાના સમયમાં મંદિર ઉપરનો અવાજ તુરંત નીચે સંભળાતો હોય આરતીનો સમય જ નિશ્ચિત કરી અને પૂજારીનો  અવાજ પ્રસરે નહીં તેવી મોડસ ઓપેરેન્ડિ અખત્યાર કરાઈ છે.જ્યારે પગથિયે આવેલી દુકાન સંચાલકો દ્રારા આરતી વધુ ચાલતા શંકા ઉપજતા ઉપર જઈ તપાસ કરતા વચ્ચેના મંદિરમાં પૂજારીનો મૃતદેહ લોહી નિગડતી હાલત માં જોવા મળ્યો હતો.

ઉલ્લેખ જરૂરી છે કે, ઘટનાની જાણ થતાં જ ભાણવડ પોલીસ દ્રારા લાગત તમામ વિસ્તારોમાં બનાવના પગલે નાકાબંધી કરવામાં આવી હતી અને મંદિરની આજુબાજુમાં આવેલા ડુંગરાળ વિસ્તારોમાં પણ સઘન શોધખોળ હાથ ધરી લૂંટ અને હત્યાને અંજામ આપનારા અજાણ્યા ઈસમોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો. જો કે, હાલ ઉચ્ચાધિકારીઓ પણ આ ઘટનાથી ચોંકી ઉઠી ઘુમલી દોડી ગયાં છે અને આ રહસ્યમય ઘટના પરથી પડદો ઉંચકવા તપાસને વેગવંતી બનાવી છે.

Related posts

ધો.1ર કોમર્સમાં જામનગરનું 80.37 ટકા, દ્વારકાનું 79.19 ટકા પરિણામ

Nawanagar Time

જામનગરમાં ચેટીચાંદ ઉત્સવની ઉમંગભેર ઉજવણી

Nawanagar Time

વિકાસની ગાડી રીવર્સ ગિયરમાં: જામનગરમાં 37 વર્ષમાં ફકત બે ટીપી સ્કીમ

Nawanagar Time

Leave a Comment