Nawanagar Time
ગુજરાત જામનગર

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની 24 જગ્યાઓ ખાલી, સવા લાખ કેસ પડતર

in-gujarat-high-court-only-24-posts-of-judges-are-vacant-1-25-lakh-cases-fall

કાનૂન અને ન્યાય રાજયમંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને ઉત્તર

જામનગર:-ગુજરાત હાઇકોર્ટમાં 1,15,359 ફોજદારી અને દિવાની કેસો પડતર છે. કેન્દ્રિય કાનૂન અને ન્યાય તથા કોર્પોરેટ એફેર્સ રાજયમંત્રી પી. પી. ચૌધરીએ આ માહિતી ફેબ્રુઆરી 8-2019ના રોજ રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્ર્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી. ગૃહમાં રજૂ કરવામાં આવેલા મંત્રીના નિવેદન અનુસાર, દેશની 23 હાઇકોર્ટોમાં કુલ 40,92,732 ફોજદારી અને દિવાની કેસો પડતર છે.

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશોની મંજૂર થયેલી જગ્યાઓ કુલ 52 છે. જેની સામે 24 જગ્યાઓ ખાલી છે. અમે મંત્રીએ જણાવ્યું હતું દેશની કુલ 25 હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની કુલ મંજુર થયેલી જગ્યાઓ 1079 છે. જેમાંથી 400 જગ્યાઓ ખાલી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ અને દેશની જુદી જુદી હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની કેટલી જગ્યાઓ ખાલી છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટોમાં કેટલા ફોજદારી અને દિવાની કેસો પડતર છે અને ન્યાયતંત્રનો ભાર હળવો કરવા માટે છેલ્લા ચાર વર્ષમાં સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે તે અંગે જાણવા માંગતા હતાં.

મંત્રીના નિવેદન અનુસાર 1 ફેબ્રુઆરી 2019ની સ્થિતિંએ સુપ્રીમ કોર્ટમાં કુલ 58,029 ફોજદારી અને દિવાની કેસો પડતર છે. વધુમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર થયેલી કુલ 31 જગ્યાઓની સામે 3 જગ્યાઓ ખાલી છે.

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં 2015-18 દરમ્યાન સુપ્રીમ કોર્ટમાં 18 ન્યાયાધીશો અને વિવિધ હાઇકોર્ટોમાં 384 ન્યાયાધીશોની નિમણુંક કરવામાં આવી હતી.

Related posts

જામનગરમાં તાપમાન બે ડીગ્રી ઘટતા કાતીલ ઠંડીનો પ્રારંભ

Nawanagar Time

હાર્દિક પટેલે પાટીદારોના વિરોધનો સામનો કરવો પડશે: લાલજી પટેલ

Nawanagar Time

જામનગરમાં સાવરણી ખરીદવા મામલે વેપારી મહિલા અને ગ્રાહક મહિલા વચ્ચે મારામારી

Nawanagar Time

Leave a Comment