Nawanagar Time
ગુજરાત જામનગર

આવાસ યોજનામાં ‘દબાણ’ના બદલામાં ‘કિંમતી’ જમીન પડાવવાનો ખેલ

in-habitat-scheme-playing-precious-land-in-exchange-for-pressure

કિંમતી નજીક આવાસ યોજના બનતાં રાતોરાત જમીનનો ભાવ ઘટી ગયો: મહાનગર પાલિકાના અધિકારી અને ક્ધસલ્ટન્ટે ભેગાં મળી ખેલ ખેલ્યો ?

કોર્પોરેશનની કિંમતી જમીન પડાવવાનો ખેલ ઊંધો પાડવા શાસક પક્ષ ભાજપના મહિલા કોર્પોરેટર મિત્તલબેન ફળદુ મેદાને આવ્યા: કસુરવાન સામે પગલાં ભરવા માંગ

જામનગર:-શહેરના ઈવા પાર્ક વિસ્તારમાં મહાનગર પાલિકાના બુદ્ધિશાળી અધિકારીઓ  ક્ધસલ્ટન્ટના પાપે ખાનગી જમીનમાં આવાસ યોજના બની જતાં આ ચકચારી પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ અને ક્ધસલ્ટન્ટ સામે પગલાં ભરવાના બદલે ખાનગી જમીન માલિકોને ફાયદો કરાવવા મહાપાલિકાનો કિંમતી પ્લોટ ફાળવવા હિલચાલ થતાં સત્તાધારી ભાજપના જ મહિલા કોર્પોરેટર ખુલીને સામે આવ્યા છે અને આવાસ યોજનાના કારણે જમીનની કિંમત ઘટતી જતાં મૂળ માલિકને  કરવા જ આ ‘ખેલ’  બુદ્ધિપૂર્વક ખેલાયો હોવાનું બહાર આવ્યું છે. ખાનગી માલિકીની જમીન ઉપર સકારી આવાસ ખડકી દીધાં પછી જમીન માલિકે કોર્પોરેશનને નોટિસ આપ્યા બાદ કોર્પોરેશનને કુલડીમાં ગોળ ભાંગી જે જમીન દબાવી દીધી હતી તેના બદલામાં અન્યત્ર જમીન આપવાનો ફેંસલો કર્યો છે. કોના દબાણથી અને કોના લાભથી આ અન્યત્ર  આપી દઇને  સેટલમેન્ટ કરવામાં આવ્યું એ તપાસનો વિષય છે.

ખુદ સત્તાધારી પક્ષના નગરસેવિકા મીતલબેન ફળદુએ કમિશ્નરને આ અંગે નવા કમિશ્નરને પત્ર લખી જે તે અધિકારીની બેદરકારી ફિકસ કરવાની માંગ કરી છે. સાથે જ મીતલબેનએ મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રી, મ્યુ. ફાયનાન્સ બોર્ડ, જામનગરના મેયર અને સ્ટે. ચેરમેનને નકલ પાઠવી છે.

જામનગર મહાપાલિકાના  વિસ્તારમાં ઇવા પાર્કથી જાણીતી જગ્યામાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ યોજનાની જગ્યામાં ખાનગી માલિકીની જગ્યામાં અધિકારીઓની બેદરકારીને લીધે ખાનગી માલીકીની જગ્યામાં મહાપાલિકા દ્વારા દબાણ થઇ ગયું હતું. જે જગ્યા મહાપાલિકાએ દબાણ કર્યુ હતું તેના મૂળ માલિક મયૂરભાઇ કંડોરિયાએ લીગલ નોટિસ પણ આપી હતી. અને કોર્ટ કેસ થાય તે પહેલા  સેટલમેન્ટ થઇ જાય તો બધાની આબરૂ સચવાઇ જાય તે પ્રકારે ખાનગી માલિકીની જગ્યાનું દબાણ થયું તે માલિકને આ જગ્યાની સામે મહાપાલિકા અન્ય જગ્યા ફાળવી આપે એવું સેટલમેન્ટ થયા હોવાની ચર્ચા થઇ રહી છે.

આ બાબત જાણમાં આવતા જ ભાજપના વોર્ડ નં.7ના નગરસેવિકા મીતલબેન ફળદુએ કમિશ્નરને ફરિયાદ અરજી કરી છે  આવડા મોટા સરકારી પ્રોજેકટમાં ભૂલ થાય જ કેમ? આવી ભૂલ કરનાર અધિકારી સામે બેદરકારીના પગલાં લેવા જોઇએ અને કમિશ્નર હોવાના નાતે સખત કાર્યવાહી કરવી જોઇએ એવી માંગ મીતલબેને કરી છે.

મીતલબેને લખેલા પત્ર મુજબ તેઓને મહાપાલિકા જે તે જગ્યાની કિંમત દબાણવાળી જગ્યાની કિંમત કરતાં ખુબ જ વધારે થાય છે  આ વધારાની કિંમત અંતે તો મહાનગર પાલિકાની તીજોરી ઉપર જ બોજો પડશે. હાલમાં મહાપાલિકાની આર્થિક સ્થિતિ સારી નથી. ત્યારે આવી હાલતમાં માલિકને તેની મૂળ કિંમત જેટલી જગ્યા અથવા તો રિફંડ આપી દેવાય તેવી માંગણી કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇવા પાર્ક પાસે મુખ્યમંત્રી આવાસ યોજના આખી પુરી થઇ  ત્યારે ખબર પડી કે આ યોજના બનાવવા માટે ખાનગી જમીનનો કેટલોક ભાગ મહાપાલિકાએ દબાવી દીધો હતો અને માલિકે કાનૂની નોટિસ પાઠવી ત્યારે અધિકારીઓ ઘાંઘા થઇ ગયા હતા અને ગમે એમ કરીને માલિકને મનાવ્યા હતાં. આટલી મોટી યોજના હતી, તો પ્લાન નકશા બનાવાયા ત્યારે જ ખબર પડી જવી જોઇતી હતી.  પણ નિમાયા હતા અને ક્ધસલ્ટીંગ ફી પણ ચુકવાઇ હતી. તો પછી આખું ‘કોળુ’ શાકમાં કઇ રીતે જઇ શકે?

સુત્રો એમ પણ કહે છે કે આ બધુ જાણી જોઇને કરવામાં આવ્યું છે એક તો આ જગ્યાએ આવાસ બનવાના જ હતા, તો સામાન્યરીતે આસપાસના જમીનોના ભાવ ઘટી જાય. જો ખુદ મહાપાલિકા  જમીન દબાવી દયે, તો સેટલમેન્ટમાં અન્યત્ર જગ્યા આપવી જ પડે અને એ જગ્યા ઉંચી કિંમતની જ હોવાની પહેલેથી જ આ ખેલ પડાયો હોવાની આશંકા સેવાઇ રહી છે.

જમીનના માલિક મયૂરભાઇ કંડોરિયા એક કદાવર રાજકીય નેતાના સગામાં થાય છે. કાનૂની નોટિસ તો માત્ર ચીમકી પુરતી જ આપવામાં હતી. બે દિવસમાં  બેઠક થઇ ગઇ અને અધિકારીઓએ ખુદ મીડિયા સમક્ષ ભૂલ કબૂલી પણ લીધી. મહાપાલિકાનો ઇતિહાસ બોલે છે કે આજ સુધી એકેય અધિકારી ઉપર દંડાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. તમામ કસુરદારો છટકી જવાના છે.

Related posts

જામનગર શહેર-જિલ્લામાં વધુ 12 દર્દીઓ કોરોના પૉઝિટીવ

Nawanagar Time

જામનગરમાં ડેંગ્યુના વધુ 16 કેસ : જામનગર ઠંડુ-ઠંડુ: 18 ડીગ્રી

Nawanagar Time

જામનગર લીમડાલાઈનમાં ફર્નીચર શોરૂમમાં વિકરાળ આગ…

Nawanagar Time

Leave a Comment