Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના સંગમ બાગમાં પ્રેમલા-પ્રેમલીઓનો ત્રાસ

in-jamangar-sangam-bagh-premala-girlfriends-torture

સંગમ બાગ આવારા તત્વોનો અડ્ડો બને તે પહેલાં સિક્યોરિટી ગાર્ડ મૂકવા જરૂરી: સત્સંગ મંડળ

જામનગર:-શહેરના રણજીત સાગર રોડ ઉપર આવેલા સંગમ બાગમાં છેલ્લા થોડાં સમયથી સવારે 9 થી 11 દરમિયાન શાળા-કૉલેજના યુવા હૈયાઓ બેકાબૂ બની અશ્ર્લિલ  કરવાની સાથે-સાથે કેટલાંક પ્રેમલા-પ્રેમલીઓ પણ અહીં અડ્ડો જમાવતા હોય સ્થાનિક રહેવાસીઓ દ્વારા સંગમ બાગમાં સીસી ટીવી કૅમેરા લગાવવા તેમજ સિક્યોરિટી ગાર્ડ મૂકવા રજૂઆત કરી છે.

શહેરમાં સમ ખાવા પૂરતાં જ બગીચા બચ્યા છે ત્યારે મહાનગર પાલિકાના સત્તાધિશોની લાપરવાહ નીતિને કારણે લોકોના હરવા-ફરવાના સ્થળ એવા સંગમ બાગમાં છેલ્લા થોડાં સમયથી  અને આવારા તત્વોએ અડ્ડો જમાવતા લોકોને બગીચામાં લટાર મારતાં પહેલાં સો વખત વિચાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

સંગમ બાગ વિસ્તારમાં સત્સંગ મંડળ ચલાવતી મહિલાઓ દ્વારા મહાનગર પાલિકાને અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી, ત્યારે વધુ એક વખત રજૂઆત કરી જણાવાયું છે કે, સંગમ  દરરોજ સવારે 9 થી 11 દરમિયાન શાળા-કૉલેજના યુવક-યુવતિઓ જાહેરમાં ચેનચાળા કરતાં હોય છે, જેના કારણે વૉકિંગ કરનારાઓ શરમ અનુભવી રહ્યાં છે. વધુમાં સત્સંગ મંડળ દ્વારા સંગમ બાગમાં સીસી ટીવી કૅમેરા લગાવી જરૂરી સિક્યોરિટી ગાર્ડની નિમણૂંક કરવાની માંગણી કરાઈ છે. જો જાહેર બગીચાઓમાં સુરક્ષા નહીં વધારાય તો આવનારા દિવસોમાં ભદ્ર  લોકોને બાળકો સાથે બગીચામાં જવું પણ મુશ્કેલ બનશે.

Related posts

જામનગરની કઈ કંપનીમાં સ્ટાફની ભરતી છે? સોશિયલ મીડિયાથી કરાશે જાણ

Nawanagar Time

બેડ નજીક છોડાયેલું કેમિકલ અત્યંત જોખમી: સુત્રેજા

Nawanagar Time

જામનગરમાં દસમા ધોરણમાં બે વખત નાપાસ થતાં વિદ્યાર્થિનીનો આપઘાત

Nawanagar Time

Leave a Comment