Nawanagar Time
ગુજરાત જામનગર

જામજોધપુર-લાલપુરમાં મગફળીના પાકવીમામાં ખેડૂતો સાથે અન્યાય

in-jamjodhpur-lalpur-farmers-with-peanut-crop-in-peanut-crops-injustice

ધારાસભ્ય ચિરાગ કાલરિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

જામનગર:-જામજોધપુર અને લાલપુર તાલુકામાં મગફળીના પાકનો વીમો સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. હાલ આ વિસ્તારની પરિસ્થિતી દુષ્કાળગ્રસ્ત જેવી હોવાથી મગફળીના પાક વીમામાં ખેડૂતોને અન્યાય થતો હોવાની રજૂઆત મુખ્યમંત્રી રૂપાણીને કરવામાં આવી છે.

જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકાર અને વિમા કંપની દ્વારા વખતોવખત ક્રોપ કટિંગ કરવામાં આવેલ ત્યારે ઇરાદાપૂર્વક પિયત-વિસ્તારના બ્લોક  કરવામાં આવેલા છે તેમજ પસંદગી પામેલ બ્લોકનું થયેલ ક્રોપ કટિંગનું ઉત્પાદન આંકડા મુજબ સરકાર અને વિમા કંપની દ્વારા મંજુર કરવામાં મગફળી પાક રતા અનેક ગણો મંજુર થાય તેવું અમારું માનવુ છે. તેમજ આવા સામાન્ય પાકવિમો મંજુર કરી સરકાર દ્વારા ખેડૂતોની મશ્કરી સમાન છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતોને સરકાર તરફ મદદ  જોઇએ પણ આંકડા જોતા એવી ગંધ આવે છે સરકાર અને વિમા કંપનીની મિલી ભગતથી ખેડૂતોને પારાવાર અન્યાય કરવામાં આવે છે અને મોટા પ્રિમીયમથી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના વીમા કંપનીઓના ઘર ભરવામાં આવે છે. એવું સ્પષ્ટપણે પ્રથમ દ્રષ્ટિએ ફલિત થાય છે.

તેમજ સમગ્ર જામનગર જિલ્લાના ખેડૂતોને સરકાર અને સરકારની માનીતી  કંપની દ્વારા હળાહળ અન્યાય થયેલ છે. માટે રજૂઆત છે કે આ અંગે ફરી વિચારણા કરી મગફળી પાકનો પાકવિમો ખેડૂતને સંતોષકારક મળે તે અંગેની કાર્યવાહી કરવામાં આવે.

Related posts

જિલ્લામાં ચેકડેમ અને તળાવો તૂટી જતા લાખો રૂપિયાનું નુકસાન

Nawanagar Time

બાવીસમાં મ્યુનિ.કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા:સતીષ પટેલ

Nawanagar Time

જોડિયામાં મહિલાઓ રણચંડી બની

Nawanagar Time

Leave a Comment