Nawanagar Time
જામનગર

જામનગરમાં એક જ મહિનામાં 3 વિદ્યાર્થીઓએ કર્યા આપઘાત… આ છે મુખ્ય કારણ..

jamnagar education suside by student

જામનગર જિલ્લામાં છેલ્લા એક માસમાં અભ્યાસના ટેન્શનમાં, નાપાસ થવાથી કે પેપર નબળા જવાથી કોઈને કોઈ કારણોસર એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓએ આપઘાત કરી લીધાના બનાવો સામે આવતાં વાલીઓમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે. ત્યારે ગઈકાલે સાંજે પેપર નબળા જવાથી કોલેજીયન યુવતીએ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

જામનગર શહેરના કડીયાવાડ પંજા શેરીનં-1૦માં રહેતાં સુશીલાબેન ગુલાબચંદ અવધા નામના બિહારી પરિવારની પુત્રી જયશ્રી કોલેજમાં અભ્યાસ કરે છે. હાલ કોલેજની પરીક્ષા ચાલુ હોય અને તેણીના પેપર નબળા જતાં ટેન્શનમાં આવી ગઈ હતી.

જેના કારણે ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના આસપાસ તેણીના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઈ લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પહેલા જ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. આ અંગેની મૃતકના માતા સુશીલાબેને પોલીસમાં જાહેર કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પી.એમ.મટે મોકલી આપ્યો છે. આ બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

અભ્યાસના ટેન્શનમાં અને નાપાસ થવાથી કરેલા આપઘાત

* ગત તા.15 નવેમ્બરના રોજ જામનગર તાલુકાના બાલંભડીગામના હરપાસિંહ જાડેજાએ બીએસસીમાં છેલ્લા વર્ષના સેમેસ્ટરમાં નાપાસ થતાં આપઘાત કરી લીધો હતો.

* ડીસેમ્બરના રોજ ધ્રોલના ગોકુલપાર્કમાં રહેતાં હરપાલસિંહ જાડેજાની આઠમાં ધોરણમાં ભણતી 14 વર્ષની પુત્રી નિકિતાબાએ અભ્યાસના ટેન્શનમાં આપઘાત કરી લીધો હતો.

Related posts

જામનગરના યાદવનગરમાં દીવાલ પ્રશ્ર્ને છરી-ધોકા ઉડ્યા

Nawanagar Time

રંગમતી-નાગમતી નદી ‘ગટર’ બની

Nawanagar Time

જીરૂ અને તમાકુના વેપારમાં 3000 કરોડનું ટેક્ષચોરીનું કૌભાંડ

Nawanagar Time

Leave a Comment