Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં યુવાનને છરી હુલાવીને હત્યા

in-jamnagar-a-young-man-was-knocked-and-killed

સરાજાહેર પૈસાની લેતી-દેતીમાં યુવકને પતાવી દેવાયો

જામનગર:-જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક આવેલા રેલવે ફાટક નજીક એક મરાઠા યુવાનની છરી હુલાવીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. ધોળા દિવસે સરાજાહેર થયેલ હત્યાને લઈને પોલીસે તાત્કાલિક  હાથ ધરી નાશી ગયેલા આરોપીને માત્ર ત્રણ કલાકના ગાળામાં દબોચી લીધો હતો. આરોપી શખ્સે મૃતક પાસેથી પૈસાની ઉઘરાણી કર્યા બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવા જતાં હતાં ત્યારે અર્ધ રસ્તે આરોપીએ છરી હુલાવી ગંભીર ઇજા પહોંચાડી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં રવિવાર સીટી  પોલીસ દફ્તરની હદમાં આવતાં વૃલનમીલ ફાટકથી જયરાજ ટી સ્ટોલની વચ્ચેના રોડ પર ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે વૃલનમીલ ફાટક પાસે સિદ્ધાર્થનગર શેરી નં-1 અરૂણભાઇની દુકાન પાસે રહેતાં અનીલભાઇ દાદારાવ પાટીલ જાતે મરાઠા (ઉ.વ.40) નામના યુવાન પર કૈલાસ ઉફે કલુ પ્રકાશભાઇ કઠોતે (રે.બાવરીવાસવાળા) નામના યુવાને છરી વડે હુમલો કર્યો

જેમાં યુવાનને ગંભીર ઇજા પહોચતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આરોપીએ યોગેશ નામના અન્ય એક યુવાનને પણ ડાબા પગને ભાગે છરી મારી દેતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

બનાવ અંગે મૃતકની પત્ની જયશ્રીબેનએ આરોપી સામે સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ, મહિલાના દિકરા મજુરી કામ  હોય જે મજુરીના રૂપીયા લેવા માટે  આરોપીએ તેણીનાના દિકરા પાસે અવાર નવાર હેરાન પરેશાન કરી વાપરવાના રૂપીયા લઇ લેતો હતો.

ગઇકાલ તારીખ 16/02/2019ના સાંજના સાડા પાચેક વાગ્યાના સમયે તેણીના દિકરા યોગેશ પાસે રૂપીયા માંગતા રૂપીયા નહી આપતા  આરોપીએ ઝગડો કરેલ હતો,  જેનું મનદુ:ખ રાખી  બપોરના ત્રણેક વાગ્યે તેણીના ધરે  આરોપી કૈલાસે ઝગડો કર્યો હતો.  આ ઝઘડા અંગે મૃતક અનીલભાઇએ પોલીસ ફરીયાદ કરવાનુ કહેતા આરોપી તથા મરણજનાર અને યોગેશ ત્રણેય  એકટીવા મોટર સાયકલ પાછળ બેસી પોલીસ દફતર જાવા રવાના થયા હતા. જ્યાં  રસ્તામા જ આરોપીએ હુમલો કરી નાશી ગયો હતો.

ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. એલસીબી અને સીટી સી ડિવિઝન પોલીસની ટુકડીઓ ત્રણ કલાકની જહેમત બાદ આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીના કબ્જામાંથી છરી કબ્જે કરવા અને કોર્ટ સમક્ષ રજુ કરવા તજવીજ હાથ  છે.

 

Related posts

સસ્તી ગાડી લેનારની ઇન્કમટેક્સે તપાસ શરૂ કરતાં ભાગદૌડ

Nawanagar Time

ટીપી સ્કીમ પાછળ વધુ રૂા.રપ લાખનું આંધણ કરશે જેએમસી

Nawanagar Time

જામનગરની પરણિતાએ એથ્લેટીક સ્પર્ધામાં મેળવ્યા ગોલ્ડ મેડલ

Nawanagar Time

Leave a Comment