Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની આયુર્વેદ યુનિ.માં 150 વિદેશી વિદ્યાર્થીએ તાલીમ લીધી

http://www.nawanagartime.com/in-the-lok-sabha-elections-bjp-congress-will-choose-young-candidates/

જામનગર:-આધુનિક સમયમાં ઝડપી કામગીરીની બોલબાલા છે, આંગળીના ટેરવે દુનિયા પોતાની મુઠ્ઠીમાં કરવાની દોડમાં માનવી દોડી રહ્યો છે. વિકાસ, પરીવર્તન, આધુનિકતા, ટેકનોલોજી આ તમામ બાબતોનો સમન્વય માનવીને પણ આધુનિક સારવાર મેળવતો બનાવ્યો છે. અત્યંત આધુનિક ઢબે વિકાસની દુનિયામાં આજે પણ પૌરાણિક કાળની જડીબુટ્ટીઓ અને ઘરગથ્થુ નુસખા, આયર્વુદની ટ્રીટમેન્ટને લોકો અપનાવતા થયા છે, આ તો ભારતની વાત થઇ પરંતુ સાત સમંદરપાર વસતા વિદેશીઓ પણ ભારતની આર્યુવેદિક પઘ્ધતિ પ્રભાવિત થઇ એલોપેથીના આધુનિક સમયમાં જામનગરની આયુર્વેદ યુનિવસીર્ટીમાં અનેક વિદેશી વિદ્યાર્થીઓ તાલીમ લેવા આવે છે.

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટીમાં 1999ના વર્ષથી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદ સ્ટડીઝની શરૂઆત કરવામાં આવી છે, આ સેન્ટરના પ્રોફેસર ડો. નેહાબેન ટાંકે નવાનગર ટાઇમને માહીતી આપતા જણાવ્યું હતું કે અહીં 3 મહિનાનો શોર્ટ ટર્મ કોર્ષ બીએએમએસ એમડી અને પીએચડીનો કોર્ષ એનઆરઆઇ વિદ્યાર્થીઓને કરવામાં આવે છે, જેમાં 3 મહિનાના શોર્ટટર્મ કોર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓ વધુ પડતા આયુર્વેદની પઘ્ધતિઓ શીખવા માટે આવતા થયા છે જેમાં તેમને આયુર્વેદના આઠ મુખ્ય વિભાગ કાયચિકિત્સા, સ્ત્રીરોગ, પ્રસુતિ, શલ્યચિકિત્સા, શાલ્કય વિભાગ, કૌમાર ભૃત્ય, પંચકર્મ, રસશાસ્ત્ર, દ્વાવ્યગુણની સામાન્ય સમજ અને યોગ, પ્રાણાયામ, ઘ્યાન, યમ, નિયમ વગેરે આયુર્વેદની પઘ્ધતિની બેઝીક જાણકારી આપવામાં આવે છે.

આ વર્ષે 3 મહિનાના શોર્ટ ટર્મ કોર્ષમાં કોલ્મબિયા, ઇઝરાયલ, ઇટાલી, બ્રાઝીલ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલીયા, સ્વીત્ઝરલેન્ડ જેવા વિવિધ દેશોમાંથી 9 વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યાં છે, જામનગરની આયુર્વેદ યુનિ.માંથી 25 વિદેશી વિદ્યાર્થીઓએ એમડીની ડીગ્રી મેળવી છે, અત્યાર સુધીમાં કુલ 150થી વધુ વિદ્યાર્થીઓ વિશ્ર્વના 39 ક્ધટીજન્સીમાંથી આવી આયુર્વેદની વિવિધ શાખામાં કોર્ષ કરી ચુકયા છે. અત્રે નોંધનીય છે કે, જીવનમાં ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે, તે મુજબ શારીરીક સ્વાસ્થ્યની જાળવણી પણ મહત્વની છે, આપણા દેશના ઋષિ મુનિઓની આયુર્વેદિક સારવાર મહત્વની સાબિત થાય છે, તેવું અહીં જામનગર ખાતે આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પરથી ફલિત થાય છે આમ તો એલોપેથી અને ઝડપી જીવનશૈલી આધુનિક સમયમાં મુખ્ય અંગ છે તેમ છતાં આયુર્વેદ તરફ લોકોનું આકર્ષણ હજુ પણ ઘટયું નથી તેમ કહી શકાય છે.

Related posts

દરેક એસટી ડેપોની હાલત ખસતા, જોવો જામનગર એસટી ડેપોની હાલત..

Nawanagar Time

જિલ્લા પંચાયતના 36 કર્મચારીને કાયમી નોકરી મળતાં ખુશીની લહેર

Nawanagar Time

જિલ્લામાં પ્રવેશવાના તમામ ગ્રામ્ય માર્ગો સીલ

Nawanagar Time

Leave a Comment