Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લામાં 87 હજાર જેટલાં બાળકોને કાલે પોલિયો અભિયાન હેઠળ આવરી લેવાશે

in-jamnagar-district-87-thousand-children-will-be-covered-tomorrow-under-polio-campaign

જામનગર:-સમગ્ર દેશની સાથે જામનગર જિલ્લામાં  માર્ચ રવિવારના દિવસે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી રક્ષિત કરવામાં આવશે, જામનગર જિલ્લામાં કુલ 635 બૂથ અને 917 જેટલી ટીમ દ્વારા અંદાજીત 86901 જેટલા બાળકોને પોલિયો અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે.

ઉપરોક્ત કામગીરીમાં પ્રથમ દિવસે બૂથ પર તથા તારીખ 11 અને 12 માર્ચે ઘરે-ઘરે ફરીને  કર્મચારીઓ, આશા બહેનો અને આંગણ વાડીના કાર્યકરો દ્વારા કામગીરી કરવામાં આવશે, જે અંતર્ગત પોલિયો બેનર, પોસ્ટર, માઇક પ્રચાર દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી રહી છે, તેમજ સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો અને લોક પ્રતિનિધિઓને ઉપરોક્ત પોલિયો અભિયાનમાં સહભાગી થવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. જે. બથવાર દ્વારા અપીલ  આવી છે, તેમજ દુર્ગમ વિસ્તારોમાં, વાડી વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં કોઈ પણ બાળક પોલિયોની રસીથી વંચિત ના રહે તે જોવા જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક દ્વારા જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરેલ છે.

Related posts

જિલ્લામાં ચેકડેમ અને તળાવો તૂટી જતા લાખો રૂપિયાનું નુકસાન

Nawanagar Time

સલાયા: મફત ગેસ જોડાણની લાલચમાં ગરીબો સાથે ઠગાઇ

Nawanagar Time

ધો.8 નાપાસ વ્યક્તિ મેળવી શકશે લાયસન્સ

Nawanagar Time

Leave a Comment