Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લા પંચાયત ઈન્ચાર્જના હવાલે

work-done-in-district-panchayat-is-not-complete

ર48 ના મંજૂર મહેકમ સામે 106 જગ્યા ખાલી: ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં અરજદારોને ધરમ ધક્કા

જામનગર જિલ્લા પંચાયતમાં મોટાભાગનુ તંત્ર ચાર્જમા ચાલે છે જેમાં પુરતા ડેપ્યુટી ડીડીઓ પણ નથી ઉપરાંત પંદર અધીકારીઓ પાસે વધારાનો હવાલો છે ઉપરથી સ્ટાફ પણ પુરતો ન હોવાથી ગ્રામ્ય જનતા નાના મોટા કામો માટે  હેરાન  થાય છે જેમાં ખેડુતોને વધુ પરેશાની છે. એકંદર જિલ્લાની આઠ લાખની પ્રજા માટે ની કચેરીઓ ખાલી ખમ હોય છે.

જિલ્લા વિકાસ અધીકારીએ સતાવાર આપેલી વિગત મુજબ જામનગર જિલ્લા પંચાયતનુ કુલ 248 નુ  મહેકમ મંજુર થયેલુ છે જેમાંથી 106 જગ્યાઓ ખાલી છે જ્યારે છ તાલુકા પંચાયતો નુ કુલ 184 નુ મહેકમ મંજુર થયેલુ છે તેમાંથી 109 જગ્યાઓ ખાલી છે. આમ કુલ 354 કર્મચારીઓની મંજુર જગ્યાઓ સામે માત્ર 217 કર્મચારીઓ થી કામ ચાલે છે. તેમજ 15 અધીકારીઓને વધારાના એક એક કે બબ્બે ચાર્જ છે. એક તો સ્ટાફ ઓછો હોય તેમાંય વળી કોઇને કોઈ રજા ઉપર, મિટીંગોમાં, કોર્ટ કર્યવાહીઓમાં, ડીસ્ટ્રીક્ટમા વ્યસ્ત હોય માટે મોટાભાગે એવુ બને કે દર વખતે અરજદારો ને કર્મચારીઓ કે અધીકારીઓ બ્રાંચમાં મળી શકે નહી. તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ગ્રામજનો તેમની રજુઆતો માટે , અરજીઓ માટે , દાખલાઓ મેળવવા માટે, સરકારી સહાય મેળવવા સહિતના અનેક કામસર આવતા હોય તેમાંય સ્ટાફ ઓછા હોય તેમા પણ બધા જ હાજર ન હોય  માટે ગ્રામજનો ને ધક્કા થાય તેમાંય ખેડૂતો તેમના ખેતીને લગત કામ માટે કિંમતી સમય કાઢીને આવતા હોય તેમને આવા સંજોગોમા વધુ પરેશાની થાય છે. તેમજ હાજર કર્મચારીઓ જે હોય તે દરેક પાસેથી ઝડપી કામ ની અપેક્ષા રાખવી  અનેક કારણોસર વ્યાજબી પણ નથી. દિવસ અને રોજ ભાંગીને આવતા ગ્રામજનોની હાલાકી દૂર કરવા સ્ટાફ પુરતો હોય અને તે તમામ નિયમીત હોય તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લાના આઠ લાખ ગ્રામજનો ને લગત આ ગંભીર મામલે છેલ્લા વરસોમા કોઇ ઠોસ કામગીરી થઇ જ નથી.

Related posts

જામનગરમાં ‘નેતાજી’ની પ્રતિમાનું શુદ્ધિકરણ કરી જન્મ જયંતિની ઉજવણી

Nawanagar Time

સત્યમ્ કોલોનીમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો

Nawanagar Time

બીલ વગર લઇ જવાતો રૂા.7.24 લાખનો બ્રાસપાર્ટનો જથ્થો પકડાયો

Nawanagar Time

Leave a Comment