Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં હોળી ધૂળેટીમાં છાકટા તત્વોને પોલીસ કલર બતાવશે

in-jamnagar-holi-will-show-the-police-color-to-the-dusty-elements-in-the-dust

દરેક સર્કલ ઉપર પોલીસ જવાનો તૈનાત રહેશે, ખોડિયાર કોલોની અને રણજિતનગર સહિતના વિસ્તારોમા સતત પેટ્રોલીંગ થશે

જામનગર:-હોળી ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે  જામનગર પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. હોળી ધુળેટીના તહેવારમાં જાહેરમાં અજાણ્યા લોકો-મહિલાઓ ઉપર રંગ ફેંકતા, દારૂ ઢીંચીને ડીંગલ કરતા આવારા તત્વોને આગવી સ્ટાઇલમાં સબક શીખવવાની તૈયારી જામનગર પોલીસે કરી છે.

આ તૈયારી અંગે જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે જાહેર જનતાને જણાવ્યું હતું કે, કોઈનો તહેવાર બગડે તેવું  ઇચ્છતા નથી.હોળી ધુળેટી શાંતિ અને હર્ષોલ્લાસથી કોઈને તકલીફ ન પડે તેવી રીતે મનાવવી જોઈએ. બહેનો ઉપર જાહેરમાં કલર ફેંકસો નહીં. મર્યાદા જાળવો. દારૂ કે અન્ય કેફી પદાર્થોનું સેવન કરશો નહીં. આ પ્રકારનું વર્તન કરનારા તત્વો માટે જામનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાત રસ્તા, સમર્પણ, ડીકેવી સહિતના તમામ સર્કલ ઉપર  જવાનો તૈનાત રહેશે. ખોડિયાર કોલોની અને રણજિત નગરમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવશે.

જામનગર જિલ્લાપોલીસ વડા શરદ સિંઘલ દ્વારા જામનગરની  જનતાને અપીલ કરવામાં આવી છે કે, આગામી હોળી-ધૂળેટીના તેહવારમા રોડ-રસ્તા કે જાહેર જગ્યાએ કોઈ પણ પ્રકારના કલર મહિલા પર ફેકી નહીં શકે જો કોઈ પણ ફરિયાદ અમારા પાસે આવશે તો  વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ધૂળેટીના દિવસે જામનગર શહેરના મુખ્ય માર્ગમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત સાથે કેફી પ્રદાર્થનુ સેવન કરી નીકળતા તત્વો સામે પગલાં લેવામા આવશે અને જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતુ જાહેર નામુ બહાર પાડવામાં આવશે.

 

જામનગર:-હોળી-ધૂળેટીના તહેવારો  જામનગરમાં જાહેરમાં રંગ ઉડાડવામાં આવતો હોવાની ઘટનાઓ બને છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે જાહેરમાં રંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ રાજપૂત કરણી સેના દ્વારા કરાઇ હતી. કલેકટરને રજૂઆત સમયે ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રીવાબા જાડેજા સહિતના મહિલા અગ્રણી હાજર રહ્યા હતાં. જોગાનુજોગ કરણી સેનાની રજૂઆત  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધૂળેટી પર્વને અનુલક્ષીને મહત્વપૂર્ણ જાહેરનામું અમલી બનાવી છાકટા બનતાં તત્વોને ઝેર કરવા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

Related posts

ચૂર ગામનું કૌભાંડ ફરી ધૂણ્યું: તત્કાલિન ઉપસરપંચની ધરપકડ

Nawanagar Time

બાંધકામનું ટેસ્ટીંગ કરતી ગેરી લેબોરેટરીની ઘોર ખોદતી સરકાર

Nawanagar Time

માતા અને પુત્રીના બિભત્સ ફોટા મોર્ફ કરી ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા,પોલીસે ફરિયાદ

Nawanagar Time

Leave a Comment