Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં નારાધમે સગીરાને ગર્ભવતી બનાવતા ચકચાર

in-jamnagar-naradham-makes-pregnant-women-pregnant

સિટી ‘એ’ ડિવિઝન વિસ્તારની ચોંકાવનારી ઘટના: ઘરમાં ઘૂસી પાંચથી વખત દુષ્કર્મ ગુજાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

જામનગર:-જામનગરમાં સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક સગીરાના ઘરમાં ઘુસી આરોપીએ દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવી દીધાની પોલીસ દફતરમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવવા અને આરોપીને પકડી પાડવા કવાયત શરૂ કરી છે .

જામનગરમાં રહેતા એક પરિવારની  પુત્રી પોતાના ઘરે એકલી હતી ત્યારે શાહરુખ સીદીક પટણી નામનો શખ્સ એકાએક ઘરમાં ઘુસી આવ્યો હતો અને તેણી કઈ સમજે તે પૂર્વે આરોપીએ પોતાની બાહુપાશમાં જકડી લઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાબતે કોઈને કહીશ તો જાણ થી મારી નાખીશ એવી ધમકી આપી નાશી ગયેલ શખ્સ સતત આઠ માસના ગાળામાં  ઘુસી પાંચ થી છ વખત તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.  નરાઘમના આ કૃત્યથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જેને લઈને તેણીએ પરિવારને જાણ કરી હતી. આ બાબતે તેણીના પરિવારને પણ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે સગીરાએ આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાનું મેડિકલ કરાવી આરોપીની  હાથ ધરી છે.

Related posts

થરાદની જીતનો જશ્ન જામનગરમાં, આતશબાજી કરવામાં આવી

Nawanagar Time

જામનગર જિલ્લામાં માઁ કાર્ડ યોજના હેઠળ અધધ…ધ બે અબજનો ખર્ચ

Nawanagar Time

જોડિયામાં બિસ્માર રસ્તા અને ગટર મામલે સત્તાધીશો પર હલ્લાબોલ

Nawanagar Time

Leave a Comment