Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં વધુ એક યુવાને બેકારીથી કંટાળી આપઘાત કરી લીધો

in-jamnagar-one-more-teenager-committed-untimely-suicide

ટયુશન ગયેલી વિદ્યાર્થીની એકાએક બેભાન થઇ જતા મોતને ભેટી, અન્ય બે અજાણ્યા આધેડ પ્રૌઢના બિમારી સબબ મોત

જામનગર:-જામનગરમાં વધુ એક યુવાને બેકારીથી કંટાળી આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી લીધો છે. જયારે ટયુશનમાં ગયેલી એક વિદ્યાર્થીની અચાનક બેસુદ્ધ થઇ જતા  ભેટી છે. જ્યારે અન્ય બે બનાવમાં બે અજાણ્યા આધેડ અને પ્રૌઢના મૃત્યુ નીપજ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરમાં આપઘાત-અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા હતા. જેમાં ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના સુમારે દરમ્યાન ભીમવાસ-2માં રહેતા શૈલેષભાઈ મનસુખભાઈ પરમાર ઉ.વ. 24 નામના યુવાને બેરોજગાર રહેતો હોય તેમજ નાના મોટા ધંધા સારી  ચાલતા ન હોય જેથી બેરોજગારીથી કંટાળી ને પોતાના ઘરે ચુંદડી વડે સીલીંગ ફેન મા ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ જાણ કરતા સીટી બી ડીવીજન પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે ગઈ કાલે સાંજે સાડા છ વાગ્યાના સુમારે રામનાથ કોલોની સામે ટયુશને ગયેલી દિનેશભાઇ  માલવીની સોળ વર્ષીય પુત્રી મયુરીબેન અચાનક બેભાન થઇ ગયા હતા. દરમિયાન તેણીને સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જો કે સારવાર મળે તે પૂર્વે જ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જીજી હોસ્પીટલના મુખ્ય ગેઇટ પાસે પાણીના ટાકા પાસે   50 થી 55 વરસની ઉમર ધરાવતા એક અજાણ્યા પ્રૌઢનું કુદરતી બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ ઘટના અંગે ધર્મેન્દ્રસિંહ મહેન્દસિંહ ઝાલાએ જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે સપ્તાહ પૂર્વે રણજીત નગર એક બેંક સામેના ફૂટપાથ પરથી બેસુધ હહાતમાં સાંપડેલા 45 થી 50  ઉમરના આધેડનું બીમારીના કારણે અમદાવાદની હોસ્પીટલમાં મૃત્યુ નીપજ્યું છે. પોલીસે અજાણ્યા પ્રૌઢ અને આધેડની ઓળખ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

નદીના પટમાં ભરાતી રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

Nawanagar Time

જામનગરમાં 50 સ્થળોએ ડેન્ગ્યુ મચ્છરોના જોવા મળ્યાં લારવા: નોટીસ ફટકારાઇ

Nawanagar Time

જામનગર શહેર-તાલુકામાં સૌથી વધુ જમીન કૌભાંડની અરજીઓ

Nawanagar Time

Leave a Comment