Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં વિધાર્થીએ પોતાના રહેણાંક મકાને ગળાફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

in-jamnagar-the-student-shortened-his-homestead-of-living-maize

એકના એક પુત્રના મોતથી માતા-પિતા શોક મગ્ન: પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી

જામનગર:-જામનગરની સત્ય સાઈ સ્કૂલ નજીક રહેતા એક વિધાર્થીએ પોતાના રહેણાંક મકાને ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહને કબજે લઇ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગર શહેરના સત્ય સાઈ સ્કૂલ રોડ પર સત્યમ હોટલ નજીક રહેતા મયૂરસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.17)નામના યુવકે ગત શનિવારના રોજ સાંજના સમયે પોતાના રહેણાંક મકાને પંખામાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. બનાવની જાણ થતાં જ સિટી-બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને કબ્જે લઈ પીએમ અર્થે ખસેડાયો હતો. જ્યારે પોલીસ તપાસમાં મૃતક યુવક શહેરની ખાનગી સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જયારે એકના એક પુત્રના મોતથી માતા-પિતા પર આભ તુટી પડયુ છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકના પિતા પોરબંદરમાં પ્રોફેસર તરીકે અને માતા જામનગરમાં શિક્ષણ વિભાગમાં નોકરી કરતાં હોવાથી સવારે નોકરી ઉપર ચાલ્યા જતાં હતાં જેથી વિદ્યાર્થી આખો દિવસ ઘરે એકલો રહેતો અને અભ્યાસના કારણે આ પગલું ભર્યુ હોવાનું જણાવ્યું છે. જો કે આત્મહત્યા પાછળનું સચોટ કારણ જાણવા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Related posts

શોષણ બંધ કરો! પડતર પ્રશ્ર્નો અંગે જામનગરમાં વીજ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર

Nawanagar Time

શહેરના ત્રણ વોર્ડમાં રૂા.98.79 લાખના કામોનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી

Nawanagar Time

હાર્દિક પટેલ-જીજ્ઞેશ મેવાણી જામનગરમાં

Nawanagar Time

Leave a Comment