Nawanagar Time
ગુજરાત જામનગર

આત્મહત્યા એ સમાધાન નથી, જામનગરમાં બે આશાસ્પદ યુવાનોએ ટ્રેન નીચે પડતું મૂકયું..

in-jamnagar-two-promising-young-people-dropped-below-the-train

એક બનાવ અંધાશ્રમ અને બીજો બનાવ સ્મશાન નજીક બન્યો : સમાણા એરફોર્સ કર્મીના પિતાનું એકાએક ઢળી પડતા મૃત્યુ

જામનગર:-જામનગરમાં સંકરટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને પડતું મૂકી આપઘાત કરી લીધો છે. જો  આ બનાવ પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. જ્યારે ગાંધીનગર સ્મશાન પાછળના રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેન નીચે જંપલાવી અંતિમ છલાંગ લગાવી છે. પોલીસે બંને આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જયારે સમાણા એરફોર્સ ખાતે જવાનના પિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયુ છે.

જામનગર જીલ્લામાં આપઘાત  અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે જેમાં જામનગરમાં સંકર ટેકરી વિસ્તારમાં નહેરુનગર વિસ્તારમાં રહેતા મનોજ જેઠાભાઈ ખીમસુરીયા ઉવ 22 નામના યુવાને ગઈ કાલે બપોરે બે વાગ્યાના સુમારે અંધાશ્રમ નજીક પસાર થતી એક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ બનાવ એટલો દર્દનાક હતો કે મનોજના શરીરના ટુકડે ટુકડા  ગયા હતા. રેલ્વે પોલીસે મૃતકના શરીરના ટુકડા એકત્ર કરી ઓળખ મેળવી સીટી સી ડીવીજન પોલીસને જાણ કરી હતી. આ  બનાવ અંગે સીટી સી ડીવીજનના એએસઆઈ આર આર વર્મા સહિતના સ્ટાફે બનાવનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગાંધીનગર રેલવે સ્ટેશન પછી સ્મશાન પાછળના રેલવે ટ્રેક પર પસાર  ટ્રેન નીચે આશરે ત્રીસ વર્ષીય યુવાને કોઈ પણ કારણસર પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે જાણ થતાં મૃતકનો કબ્જો સાંભળી ઓળખ વિધિ સહિતની આગળની તાપસ હાથ ધરી છે. જ્યારે અપમૃત્યુનો અન્ય એક બનાવ જામજોધપુર પંથકના સમાણા એરફોર્સ પર થયો હતો જેમાં નારાપનન નામબીયાર નામના પ્રૌઢનું  નીપજ્યું છે. રાત્રે ભોજન કરી પ્રૌઢ એકાએક ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હોવાનું જવાન હર્ષવર્ધન નામ્બિયારએ પોલીસમાં જાહેર કર્યું હતું. શેઠ વડાળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વડાપ્રધાન લિખીત પત્રનું રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિતરણ

Nawanagar Time

મહાનગરપાલિકામાં પ્રવેશદ્વારે લોખંડી જાપ્તો : પ્રજા માટે અઢી ફૂટની ‘કેડી’

Nawanagar Time

જામનગરમાં ચાર શખસોએ યુવાનને આંતરી લઈ માર માર્યો

Nawanagar Time

Leave a Comment