Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ‘તું ચોર છો’ તેવું કહેતાં પાઈપ વડે હુમલો

in-jamnagar-you-are-a-thief-saying-that-the-pipe-attack

જામનગર:-જામનગરના ખોજા નાકા વિસ્તારમાં ઉભેલા યુવાનને ” તું મને કેમ બોલાવતો નથી?” તેવું કહી ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સ સહિત અન્ય એકએ યુવાનને માર્યા પાઇપ. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગરના ખોજા નાકા પાસે આવેલ હાજીપર ચોકમાં ઉભેલા આબિદ યુનુસભાઈ નુરમામદ બ્લોચ (ઉ. વ. 23)ને મચ્છીપીઠ પાસે રહેતા અને ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મમુડી ચોર ત્યાં આવી અને “તું મને કેમ બોલાવતો નથી?” તેવું આબિદ બ્લોચને કહેતા આબિદએ “તું તો ચોર છો તારી સાથે ઊભા રહીએ તો લોકો અમને પણ ચોર સમજે.” તેવું જણાવ્યુ હતું. આ બાબતે આરોપી મમુડી ચોર તેમજ તેના સાગરીત આરોપી યુસુફ મુસાએ યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરતાં આબિદનો ભાઈ છોડાવવા વચ્ચે પડ્યો હતો. આરોપીઓએ કાઇપણ જોયા વગર બંને યુવાનો ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર અર્થે જામનગરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આ બનાવ અંગે આરોપી મમુડી ચોર તેમજ આરોપી યુસુફ મુસા વિરૂદ્ધ  ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

ગુજરાતમાં દારૂબંધી ફારસરૂપ: ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસમાં 65 ટકાનો વધારો

Nawanagar Time

દશેરે ઘોડું દોડ્યું, જામનગરમાં જલેબી-ફાફડાના નમૂના લેવાયાં

Nawanagar Time

જામનગર જિલ્લા જેલ ગેસ્ટહાઉસમાંથી ખરા અર્થમાં જેલ બની

Nawanagar Time

Leave a Comment