Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના મયુરનગર પરિણીતાની આબરૂ લેવાં પ્રયાસ

in-jamnagars-mayurnagar-tried-to-force-a-married-woman

પતિને ટિફિન દેવા જતી મહિલા પર બસમાં જ નિર્લજ્જ ચેનચાળા

જામનગર:-જામનગરમાં મયુરનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે બસમાં ક્લીનર તરીકે રહેલા શખ્સે બીભત્સ ચેનચાળા કરી આબરૂ લેવાનો પ્રયાસ કરી નાશી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહિલા તેના પતિને ટિફિન આપવા જતી હતી  બસમાં જ આરોપીએ ચેનચાળા કરી ઈજ્જત લેવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ, શહેરના મયુરનગર વરીયા પ્રજાપતિની વાડી પાસે યાદવનગર મેઈન રોડ શેરી નં.1માં રહેતી ચંદ્રીકાબેન નરોતમભાઇ લાલજીભાઇ ઠાકર જાતે.બ્રાહ્મણ ઉ.વ.28 નામની પરિણીતા ગઈ કાલે પોતાના પતિને ટિફિન આપવા માટે એક બસમાં  હતી.

દરમિયાન દિગ્જામ સર્કલ પાસે પાણીના ટાંકા નજીક બસમાં જ ક્લીનર ટાંટિકે રહેલા કિરીટ રાજગોર રહે. પડાણા તા.લાલપુર જી.જામનગર વાળાએ મહિલા સામે બીભત્સ ઈશારા કર્યા હતા. બસના દરવાજેથી મહિલાના છાતીના ભાગે હાથ ફેરવી તથા આબરૂ લેવાના ઈરાદે આરોપીએ બીભત્સ ચેનચાળા ઈશારા કરી છેડતી કરી હતી.

જેથી મહિલાએ રાડારાડી કરતા  બસમાંથી ઉતરી નાશી ગયો હતી. આ બનાવ અંગે પરિણીતાએ આરોઇ સામે આપીસી કલમ 354 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સીટી સી ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Related posts

પ્રચાર સમયે કોઇની ‘મિમિક્રી’ પણ આચારસંહિતાનો ભંગ ગણાશે

Nawanagar Time

જોડિયા રેફરલ હોસ્પિટલમાં માત્ર એક તબિબથી દોડાવતું ગાડું

Nawanagar Time

આજથી બે દિવસ વડાપ્રધાન મોદીના ગુજરાતમાં ધામા

Nawanagar Time

Leave a Comment