Nawanagar Time
ગુજરાત

કાલાવડ માર્કેટીંગ યાર્ડનું સીએમ રૂપાણી ખાતમુર્હૂત કરશે

in-kalawad-marketing-yards-opening-by-the-cm-rupani

મંત્રી આર.સી. ફળદુ, જયેશ રાદડિયા, સાંસદ પૂનમબેન માડમ આગેવાનો હાજર રહેશે

કાલાવડ:-કાલાવડમાં રૂા.50 કરોડના ખર્ચે બનનારા માર્કેટીંગ યાર્ડના ખાતમુર્હૂત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી કેબીનેટ મંત્રી હાજરી આપશે ત્યારે આ કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાલાવડમાં આગામી તા.26ને મંગળવારના રોજ સવારે 9-30 કલાકે જામનગર હાઇવે રોડ,  હાઉસની બાજુમાં 50 કરોડના ખર્ચ બનતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ભવનના ખાતમુર્હૂત પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ખાસ હાજરી આપશે. તેમજ આ પ્રસંગે કાલાવડના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ તથા યુવા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા તથા જામનગરના સાંસદ પૂનમબેન માડમ તથા કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ  પણ ઉપસ્થિત રહેવાના હોય જેથી આગામી તા.26ના આ કાર્યક્રમની તડામાર તૈયારીરૂપે આ કાર્યક્રમની વ્યવસ્થા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે કાલાવડ શહેર તથા તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકરોની બેઠકોનો દોર ચાલુ થઇ જવા પામ્યો છે અને જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી રહી છે જેથી 50 કરોડના  બનતા આ નવા માર્કેટીંગ યાર્ડના સમાચારથી સમગ્ર તાલુકાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ જવા પામી છે અને ભૂમિ પૂજન કાર્યક્રમમાં સમગ્ર તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડવાની ધારણા છે.

Related posts

બિનસચિવાલય ભરતીમાં ગેરરીતિના સીસી ટીવી ફૂટેજ જાહેર કરતી કોંગ્રેસ

Nawanagar Time

ગુરૂવારે અષાઢી બીજ, અમદાવાદમાંથી નીકળશે જગન્નાથજીની 142મી રથયાત્રા

Nawanagar Time

ગુજરાતમાં મોટી માત્રામાં ચરસ સપ્લાય કરતો આરોપી ઝડપાયો..

Nawanagar Time

Leave a Comment