Nawanagar Time
ગુજરાત

કાલાવડમાં હાર્દિક પટેલની અઘ્યક્ષતામાં કાર્યકરોનું સંમેલન યોજાયું

in-kallavad-a-meeting-of-workers-was-held-in-the-presence-of-hardik-patel

કાર્યકર્તા સંગઠીત થઇ લોકસભાની ચુંટણીમાં સરકારને ભરી પીવા મેદાનમાં ઉતરવા કરી હાંકલ

કાલાવડ:-કાલાવડ શહેરના ખોડિયાર હોલ ખાતે અનામત આંદોલનના પ્રરણેતા એવા પાસ ક્ધવીનર હાર્દિક પટેલની અઘ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં કાલાવડ પાસના  સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કાલાવડમાં યોજાયેલા સંમેલનમાં હાર્દિક પટેલે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપણો ઉદેશ પાસ એટલે માત્ર અનામત આંદોલનનો ઉદેશ નહી આપણે પાસ એટલે બનાવ્યુ કે એક સંગઠનના નેજા હેઠળ આપણે આપણી વાત સરકાર સુધી પહોચાડી. આપણે જ્યારે અનામતની વાત લઇને નિકળ્યા ત્યારે સમાજની અંદર નાના  ખાડાઓ હતા તેને પુરા કરવાનો પ્રયાસ અમોએ કર્યો છે. આ ખાડાઓ આવી રીતે જ પુરા થયા અને આવી રીતે જ સમાજમાં એકતા થઇ તેવા પ્રયાસો આપણે બધાએ કરવાના છે અને આપણે સમાજની સાથે સાથે બધા સમાજની ચીંતા કરવાની છે. આપણા સમાજની સાથે સાથે તમામ સમાજને ફાયદો થયો છે તો  સમાજને સાથે રાખી આપણા સંગઠનને મજબુત કરીએ અને આપણા આ સંગઠન થકી તમામ સમાજના પ્રશ્ર્નોની વાચા સરકાર સુધી પહોચાડી તેનો ઉકેલ લાવવામાં મદદરૂપ બની તેવી આપણી નેમ છે. અને તમામ કાર્યકર્તાઓએ એક થઇ સંગઠીત બની આગામી લોકસભાની ચુંટણીમાં સરકારને  ભરી પીવા સક્ષમ બની મેદાનમાં નીકળી જવા હાંકલ કરી હતી.

તકે પાસ ક્ધવીનર અંકીતભાઇ પટેલ, પ્રવિણભાઇ, રમેશભાઇ રાણપરિયા, મેહુલ સોજીત્રા તેમજ એડવોકેટ જીતેન્દ્ર નસીત, વસંતભાઇ ગીણોપા, જે.પી. મારવિયા, દેવદાનભાઇ જારીયા, મયુરભાઇ રાદડિયા, મુકુંદભાઇ સાવલીયા, જયંતીભાઇ સભાયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

in-kallavad-a-meeting-of-workers-was-held-in-the-presence-of-hardik-patel
in-kallavad-a-meeting-of-workers-was-held-in-the-presence-of-hardik-patel
in-kallavad-a-meeting-of-workers-was-held-in-the-presence-of-hardik-patel
in-kallavad-a-meeting-of-workers-was-held-in-the-presence-of-hardik-patel
in-kallavad-a-meeting-of-workers-was-held-in-the-presence-of-hardik-patel
in-kallavad-a-meeting-of-workers-was-held-in-the-presence-of-hardik-patel
in-kallavad-a-meeting-of-workers-was-held-in-the-presence-of-hardik-patel
in-kallavad-a-meeting-of-workers-was-held-in-the-presence-of-hardik-patel

Related posts

જી. જી. હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે હાલાકી

Nawanagar Time

જામનગરમાં મતદાર જાગૃતિ માટે સ્ટેમ્પિંગ ઝુંબેશ

Nawanagar Time

પાકવીમા કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ

Nawanagar Time

Leave a Comment