Nawanagar Time
ગુજરાત

મીઠાપુરમાં યુવાનને રહેસી નંખાયો

in-mithapur-the-young-man-was-forced-to-live

ગણતરીની કલાકોમાં હત્યારાઓને ઝડપી લેવાયા

દ્વારકા:-દ્વારકા ના મીઠાપુર ગામમાં સામાન્ય બોલાચાલી બાદ એક યુવકની પાંચ શખ્સોએ હત્યા નીપજાવવાના બનાવ બાદ ગણતરી કલાકોમાં જ મહિલા પીએસઆઈની ટીમે આરોપીઓને ઝડપી પાડયા હતાં.

દ્વારકાના મીઠાપુરમાં શનિવારની રાત્રિના રાજેશ મુરુભા સુમણિયા નામનો 22 વર્ષીય યુવક  ક્લિનર તરીકેનું કામ કરતો હતો, તેને ટાટા કંપનીના ગેઈટ નજીક બે નામચીન શખ્સો સાથે બોલાચાલી થઇ હતી, અને બોલાચાલી બાદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવાનું નક્કી કરીને રાજેશ ઘરે જવા માટે નીકળ્યો હતો.

આરોપીઓના મનમાં એટલો ગુસ્સો હતો કે તેને રાજેશને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું. જેવો રાજેશ પોતાના  જઈ રહ્યો હતો ત્યારે  તલવાર, છરી,  ધોકા સાથે ધસી આવેલા આરંભડાના ભરત ઉર્ફે કાલો જડીયા, લખન જામ નામના પાંચ શખ્સોએ એકસંપ કરી જીવલેણ હૂમલો કર્યો હતો.  અને હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો હતો.

મીઠાપુર પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઈ સી.બી.જાડેજા સહિતના સ્ટાફ દ્વારા હાથ  આવી છે,અને આરોપીઓ પોલીસ  દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે .

Related posts

જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમો પાછળ રૂા.10 કરોડનું આંધણ!

Nawanagar Time

જામનગરમાં ભાજપના મુખ્ય ચૂંટણી કાર્યાલયોનું જાજરમાન ઉદ્ઘાટન

Nawanagar Time

એલટીસીનો ખોટો લાભ લેનારા શિક્ષકો પાસેથી 46 લાખની રીકવરીનો આદેશ

Nawanagar Time

Leave a Comment