Nawanagar Time
ગુજરાત

શુ આ છે વિકાસ ?…ઓખામાં ચાલુ સ્કૂલે છતમાંથી પોપડાં પડ્યાં

in-okha-the-school-started-falling-from-the-ceiling

સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં

દ્વારકા:-દ્વારકા જિલ્લાના ઓખાની નગરપાલિકા સંચાલિત વી.એ. સ્કૂલની છતના પોપડાં પડ્યા હતાં. જો કે, સદ્નસીબે કોઈ ઇજા થઈ નહોતી, તંત્ર બેદરકાર હોવાનું સાબિત થયું હતું.  ઓખા નગરપાલિકા સંચાલિત વી. એ. હાઇસ્કૂલ સવારે સ્કૂલ સમય પહેલાં જ ધરાશાઈ થતા ફાયર ટીમ દોડી આવી હતી.

ગઈકાલે વહેલી સવારે સ્કૂલ શરૂ પહેલા પોપડાં પડતાં વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ  થયો હતો. વી.એ. સ્કૂલની છતનાં પોપડાં પડતાં વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનુ મોજું ફરી વળ્યું હતું.

આ સ્કૂલ આશરે વીસ વર્ષ જૂની છે અને દરિયા કિનારે હોય તથા ખારાશવાળું વાતાવરણની ખરાબ અશર થતાં, સ્કૂલની બીલ્ડીંગ ર્જીણક્ષિર્ણ થઇ છે અને આચાર્યના જણાવ્યા અનુસાર, તેમના તરફથી નવી સ્કૂલ બિલ્ડીંગ તૈયાર થઇ હોવાથી ત્યાં સ્કૂલ શિફ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે અને શિફ્ટ થાય તે પહેલાં આં બનાવ બનવા પામ્યો હતો.

in-okha-the-school-started-falling-from-the-ceiling
in-okha-the-school-started-falling-from-the-ceiling

 

in-okha-the-school-started-falling-from-the-ceiling
in-okha-the-school-started-falling-from-the-ceiling

 

in-okha-the-school-started-falling-from-the-ceiling
in-okha-the-school-started-falling-from-the-ceiling

 

in-okha-the-school-started-falling-from-the-ceiling
in-okha-the-school-started-falling-from-the-ceiling

 

ત્યારે લાંબા સમયથી  સ્કૂલની હાલત બદતર હોય સત્તાધિશો ક્યારે જાગશે? તે એક પ્રશ્ર્ન ઉઠ્યો છે. આ તકે ઓખા નગરપાલિકા ચીફ ઓફિસર સી. બી. ડુડિયા ખારાસવાળા વાતાવરણના કારણે સ્કૂલ બિલ્ડીંગ ખરાબ થતા પોપડાં પડવાની ઘટના ઘટી છે, પરંતુ વર્ગખંડમાં પોપડાં પડ્યા નથી. સ્કૂલ ઓફિસમાં પોપડાં પડ્યાં છે. પરંતુ આવી ઘટના બીજી વખત ઘટે તે પહેલાં નગરપાલિકાની મિટીંગમાં નક્કી કરી સ્કૂલનું નવી બીલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવશે. તેવો જવાબ આપી આગળના જવાબો ટાળ્યાં હતાં.

Related posts

તબીબી ક્ષેત્રે ડેન્ટલ ફિલ્ડ તરફ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકાએક ઘટી, આ છે કારણ

Nawanagar Time

દ્વારકા પંથકમાં બોકસાઇટની ખનીજ ચોરીમાં તંત્ર માલામાલ

Nawanagar Time

જામનગરમાં ‘પંજો’ 36 હજારમાં ’ગ્યો

Nawanagar Time

Leave a Comment