Nawanagar Time
ગુજરાત

અંતે ઓખામાં રેશનીંગ ના ઘઉં કૌભાંડ માં તપાસનો આદેશ..જાણો વધું…

in-order-to-investigate-the-rationing-wheat-scam-in-okhla-in-okhla

પોલીસ કર્મચારીઓએ લાખો રૂપિયાનું ‘સેટીંગ’ કર્યું હોવાની ચર્ચા બાદ હવે તપાસનો ‘ખેલ’

ઓખા:-ઓખાના ચકચારી રેશનીંગના ઘઉં ઝડપાઈ જવાના પ્રકરણમાં જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. આ બાબતનો  પ્રસિદ્ધ થયા પછી પોલીસ તંત્ર સળવળ્યું હોવાનું જણાઈ આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખામાં આવેલી રેશનીંગની એક જાણીતી દુકાનનો અંદાજે 500 કિલો ઘઉંનો ગેરકાયદે જથ્થો વીસેક દિવસ પહેલાં ઓખાથી મીઠાપુર વચ્ચેના ધોરીમાર્ગ પર એક ગોડાઉનમાંથી ઓખા મરીન પોલીસ પકડી પાડ્યા પછી પણ તે બાબતનો કોઈ ગુન્હો દાખલ ન થતાં  પોલીસકર્મીઓએ લાખો રૃપિયાનું સેટીંગ કરી લીધાની ઉઠેલી ચર્ચા વચ્ચે તેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જિલ્લા પોલીસ વડાએ ખાનગીરાહે તપાસ કરવાનો હુકમ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે.

ગેરકાયદે ગણાતો ઘઉંનો જથ્થો પકડાયા પછી પણ કોઈ કારણથી પોલીસે મામલો રફેદફે કરી નાખ્યો હોય ચર્ચા ઉઠવા પામી હતી. તેનો વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ થતાં મોડી  પણ પોલીસ હરકતમાં આવેલી હોવાનું જણાઈ રહ્યું છે.  રેશનીંગના માલનું આ કૌભાંડ ખૂલે તો સીધા જ પાસા થાય તેવી પરિસ્થિતિનો પોલીસે તોડ કર્યો છે કે કેમ તેની એસપી દ્વારા તપાસ શરૂ કરાવાઈ છે. આ પ્રકરણમાં તપાસ નક્કર પરિણામ પર પહોંચશે કે ભીનું સંકેલાઈ જશે તેવી પણ ચર્ચા ટોક ઓધ  ટાઉન બની છે.

Related posts

જામજોધપુર પંથકમાં જંગલનો સોથ વાળતી પવનચક્કી

Nawanagar Time

PMOના PRO જગદીશ ઠક્કરનું નિધન, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે….

Nawanagar Time

પોલીસ કર્મચારીઓ ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો દંડાશેઃ DGP

Nawanagar Time

Leave a Comment