Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં 3 પીક-અપ બસ સ્ટેન્ડનું પૂનમબેન હસ્તે ખાતમુર્હૂત

in-prabhwaliya-3-peak-up-bus-stands-are-filled-with-poonam-bane

ખંભાળિયા:-જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ સભ્ય પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી ખંભાળિયાના જુદા જુદા વિસ્તારમાં ત્રણ પીક અપ બસ સ્ટેન્ડ મથક આકાર પામશે. જન-જનની સુવિધા માટે કટીબઘ્ધ  નેમ સાર્થક કરાવતા સાંસદ પૂનમબેને આ ગ્રાન્ટ ફાળવી એસ.ટી.પીક અપ સ્ટેન્ડના ખાતમુર્હૂત તેઓના વરદ હસ્તે કર્યા હતાં. જેમાં ખંભાળિયા તાલુકાના ખંભાળિયા-જામનગર હાઇવે લાલપુર બાયપાસ, જિલ્લા સેવા સદન જતા રસ્તા ઉપર રૂા.3 લાખના ખર્ચે, ખંભાળિયા-દ્વારકા માર્ગે રીલાયન્સ સર્કલ પાસે સરકારી જનરલ હોસ્પિટલની બાજુમાં એસ.ટી. પીકઅપ બસ સ્ટેન્ડ રૂા.3 લાખના ખર્ચે  આ રીતે કુલ રૂા.9 લાખની ગ્રાન્ટ સંસદસભ્ય પૂનમબેન માડમે ફાળવી ખાત મુર્હૂત કર્યા છે. આ બસ સ્ટેન્ડ પીક અપવાન થવાથી મુસાફરો માટે ખુબ મહત્વની સુવિધાઓ થઇ છે જેઓને બસ અને પરિવહન સેવાની પ્રતિક્ષા કરવા માટે સાનુકુળતા, સુવિધા થઇ રહેશે જે અંગે મુસાફરોનો ખુબ સારો ઉમળકાભેર પ્રતિભાવ મળ્યો છે. આ  પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય હરીભાઇ નકુમ, તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ મંડપીયા, ઉપપ્રમુખ ઘેલુભા જાડેજા, પૂર્વ તા.પં. પ્રમુખ મસરીભાઇ નંદાણીયા, હિતેશભાઇ પિંડારીયા, મહામંત્રી દિનેશભાઇ દતાણી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઇ ગોજીયા, હર્ષદપુર ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઇ નકુમ, તથા ગ્રામજનો તેમજ મુસાફરો બહોળી સંખયામાં ઉપસ્થિત રહ્યા હતાં.

in-prabhwaliya-3-peak-up-bus-stands-are-filled-with-poonam-bane
in-prabhwaliya-3-peak-up-bus-stands-are-filled-with-poonam-bane
in-prabhwaliya-3-peak-up-bus-stands-are-filled-with-poonam-bane
in-prabhwaliya-3-peak-up-bus-stands-are-filled-with-poonam-bane

Related posts

વીજ ચોરી કેસમાં ફટકારવામાં આવેલ લાખોનું બીલ રદ્દ કરવા…

Nawanagar Time

જામનગર નજીક એલપીજી ભરેલા ટેન્કર પલ્ટી જતાં નાશભાગ

Nawanagar Time

ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર સીલ: કાર લઇને જવા પર પણ પ્રતિબંધ મૂકાયો

Nawanagar Time

Leave a Comment