Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

રોડ અકસ્માતમાં દરરોજ થાય છે 22ના મોત

in-road-accident-killed-22-peoples-every-day

ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતમાં થતા અકસ્માત અને મોતની સંખ્યા ચોંકાવનારી

ગાંધીનગર:-રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી એક સપ્તાહ માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અકસ્માતના ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. જેમાં જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 13910 અકસ્માત થયા હોવાના આંકડા કહે છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ વાહન અકસ્માતમાં આશરે 22 લોકોના મૃત્યુ થાય છે. જ્યારે રોજ 52 જેટલા અકસ્માત થાય છે. જેમાં રોજ 22 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા જ સ્વીકાર કરાયો છે કે, દિન પ્રતિદિન રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ગત વર્ષે 2018માં જ 18745 અકસ્માતમાં 7974 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં વધી રહેલી વાહનોની સંખ્યાને કારણે અકસ્માત થતાં હોવાથી રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર 2020 સુધીમાં આ અકસ્માતમાં 50 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ’સડક સુરક્ષા – જીવન રક્ષા’ થીમ અંતર્ગત આ વખતે વિવિધ વિભાગો દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં આ જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ 22થી લઈ 35 વર્ષના યુવાનો ભોગ બન્યા છે.

Related posts

લોકડાઉનની સ્થિતિમાં પોલીસ દળને પૂરતી સુવિધા આપી પ્રોત્સાહિત કરો: હાર્દિક પટેલ

Nawanagar Time

હાપામાં ગટર મિશ્રીત પાણી વિતરણ ધારાસભ્ય હકુભા લાલઘુમ

Nawanagar Time

શેઠની શિખામણ ઝાંપા સુધી..!માનવ અધિકાર અંગેના કેસના ઝડપી નિકાલ કરો: કલેકટર

Nawanagar Time

Leave a Comment