Nawanagar Time
ગુજરાત જામનગર

સચાણા ગામે પાણી નિકાલ બાબતે યુવતિ પર ચાર શખ્સોએ માર માર્યો

in-sakhaa-village-four-persons-were-killed-on-the-issue-of-water-disposal

જામનગર:-જામનગર નજીક સચાણા ગામે એમ યુવતીને ત્રણ મહિલાઓ સહિત ચાર શખ્સોએ આંતરી લઈ માર મારી ઢસડી ધમકાવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગટરના ગંદા પાણી નિકાલ બાબતે ત્રણેય માહિલાઓએ બોલાચાલી કરી તેણીને લાતો પાટુ મારી હતી.

જામનગર તાલુકાના સચાણા ગામે ગઈ કાલે સવારે નવેક વાગ્યે  રૂકસાનાબેન ફરીદ તાલવ ઉ.વ 21 પર  સતાર ઇશાક કકલ, આઇશા સતાર કકલ, ઇશા સતાર કકલ, સકીના ઇબ્રાહીમ નામના શખ્સોએ બોલાચાલી કરી બીભત્સ વાણી વિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી સતાર ઇસાકે  પેટ ના ભાગે લાત મારી અને સકીના એ ઢીકા પાટુનો માર મારી અને ઇસાક સતારે ઢસડી ને તથા આસબાઇ સતારે ગાળો આપી  એકબીજાને મદદ કરી હતી. આ બનાવ અંગે પંચ કોશી એ ડિવિઝન પોલીસે આઇપીસી કલમ 323, 504, 506(2)506(2) 114 મુજબ ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. રૂકસાનાબેન અને આરોપીઓને પાણી નીકાલ ની ગટર નુ મનદુખ હોય તે બાબત નુ મન દુખ રાખી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

Related posts

રાજકીય લડાઇનો ભોગ બન્યાં ડીએસઓ જાડેજા

Nawanagar Time

શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ

Nawanagar Time

જામનગરમાં કોરોનાના 9 પૉઝિટીવ કેસ: 15 ડિસ્ચાર્જ

Nawanagar Time

Leave a Comment