Nawanagar Time
સ્વાદ પકવાન

આવી કડકડતી ઠંડી માં માજા લો મેગી + ભજીયા એટલે કે મેગી ભજીયા સાથે.

in-such-a-cold-majja-laggi-bhajiya-means-that-with-maggi-bhajia

સામગ્રી:-

  • ૧ કપ બેસન
  • ૨ નાની ચમચી કોર્ન ફ્લોર
  • ૧ કપ બાફેલી મેગી
  • ૨ નાના કાપેલા મશરૂમ
  • અડધો કપ ઝીણી કાપેલી કોબી
  • ૧થી૨ ઝીણા કાપેલા લીલા મરચા
  • ૧ આદુ
  • ૨ નાની ચમચી કોથમીર
  • ૧/૨ નાની ચમચી મીઠું સ્વાદાનુસાર
  • ૧/૪ નાની ચમચી લાલ મરચા
  • તેલ જરૂરિયાત મુજબ

બનાવવાની રીત:-

કોઈ એક વાસણમાં બેસન અને કોર્ન ફ્લોર નાખો,ત્યારબાદ તેમાં થોડુક પાણી નાખીને મિશ્રણ બનાવો, મિશ્રણને ૪થી ૫ મિનીટ સુધી રાખી મુકો.આ મિશ્રણમાં મીઠું, લીલા મરચા, લાલ મરચું, કોથમીર, આદુ, મશરૂમ, કોબી, અને મેગીને સારી રીતે મિક્સ કરી લો.

ત્યારબાદ એક પેનમાં તેલ નાખીને તેલ ગરમ કરી લો, તેલ ગરમ થવા પર, ચમચીથી કે હાથ વડે આ મિશ્રણને કઢાઈમાં નાખો, ૪થી ૫ જેટલા ભજીયા કઢાઈમાં સમાઈ જશે. તેટલા જ નાખો.ભજીયાને ઉલટાવીને બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તળેલા ભજીયાને કોઈ પ્લેટમાં કાગળ મુકો.ગરમા ગરમ ક્રિસ્પી મેગી ભજીયા તૈયાર છે. મેગીના ભજીયા સાથે ટમેટો સોસ કે લીલી ચટણી ખાઓ. ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે બેસનના મિશ્રણમાં કોર્નફ્લોર અને ૧ ચમચી બેકિંગ સોડા નાખી શકો છો.

Related posts

15 મિનિટમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ બોમ્બે હલવો

Nawanagar Time

બસ ચંદ મીનીટો માંજ તૈયાર થય જશે આ વેજીટેબલ બ્રેડ ઇડલી

Nawanagar Time

આ રીતે બનાવો બાળકો માટે ચટપટી કોર્ન ભેળ

Nawanagar Time

Leave a Comment