Nawanagar Time
ગુજરાત જામનગર

બેડી વિસ્તારમાં સતત બીજા દિવસે ડીમોલીશન 12 દુકાનો ઝપટે

in-the-beti-area-the-second-consecutive-day-demotion-drops-up-to-12-stores

જામનગર:-શહેરના બેડી વિસ્તારમાં જાહેર માર્ગ પર ખડકાયેલા દબાણો દૂર કરવા આજે સતત બીજા દિવસે જામનગર મહાનગર પાલિકાએ ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી. વિસ્તારમાં ખડકાયેલી 12 દુકાનો તેમજ ગોડાઉનો તોડી પાડવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. વિગતો મુજબ જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે બેડી વિસ્તારમાં ડિમોલીશન પ્રક્રિયા કરી રહ્યા છે. આજે બીજા દિવસે 24 મીટરના મુખ્ય રસ્તા પર બન્ને તરફ રહેણાંક તેમજ કોમર્શીયલ બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ ગેરકાયદે બાંધકામ હટાવી 35 હજાર ચોરસ ફુટ જગ્યા ચોખ્ખી કરવાની ઇચ્છા જામનગર મહાનગર પાલિકાની છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા ગઇકાલે શહેરના જોડિયા ભુંગાથી ગાંધીનગરથી ઓવરબ્રિજ સુધીના દબાણો દૂર કરવા માટે રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આજે પણ કેટલીક કોમર્શીયલ જગ્યાઓને ડીમોલાઇઝ કરવા માટે જામનગર મહાનગર પાલિકાએ કાર્યવાહી આરંભી હતી. ગઇકાલે એક મકાન ઉપર બુલડોઝર ફેરવતી વખતે થયેલી બબાલ બાદ આજે જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગે ખાસ કાળજી રાખી પ્રક્રિયા હાથ ધરી હતી.

in-the-beti-area-the-second-consecutive-day-demotion-drops-up-to-12-stores
in-the-beti-area-the-second-consecutive-day-demotion-drops-up-to-12-stores

 

in-the-beti-area-the-second-consecutive-day-demotion-drops-up-to-12-stores
in-the-beti-area-the-second-consecutive-day-demotion-drops-up-to-12-stores

 

in-the-beti-area-the-second-consecutive-day-demotion-drops-up-to-12-stores
in-the-beti-area-the-second-consecutive-day-demotion-drops-up-to-12-stores

Related posts

ટેકાના ભાવની મગફળીના નાણાં ચૂકવવામાં સરકારના ઠાગાઠૈયા

Nawanagar Time

ગ્રામ્ય પંથકની ગ્રાન્ટેડ શાળાઓ ‘ઓક્સિજન’ પર..! ક્યાંય શિક્ષકો તો ક્યાંક વિદ્યાર્થીઓની ઘટ

Nawanagar Time

જામનગરમાં ગેરકાયદે ધમધમતી મોદી સ્કૂલને 40 હજારનો દંડ

Nawanagar Time

Leave a Comment